GSTV
GSTV લેખમાળા Trending

જમ્મુ-કાશ્મીર / કલમ-370 હટ્યા પછી તમે કઈ રીતે ખરીદી શકો છો જમીન, અત્યાર સુધી કેટલા લોકોએ ખરીદી?

સર્વવિદિત છે કે, ભારતીય બંધારણના આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કશ્મિરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો જે કેન્દ્ર સરકારે 2019ની 5મી ઓગસ્ટે ખતમ કરી નાખ્યો હતો. કેન્દ્ર સરકારે આર્ટિકલ 370ની સાથે ‘35-એ’ને પણ ખતમ કરી નાખ્યો હતો. એ સાથે જમ્મુ કશ્મિરને હવે રાજ્યના દરજ્જામાંથી બહાર કાઢી, કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. એ વખતે – બે વર્ષ પહેલા – જમ્મુ કશ્મિર પ્લોટ ખરીદવાના જોક્સ અને મીમ્સ સોશિયલ મીડિયામાં ફરી વળ્યા હતા. હવે કોઈપણ વ્યક્તિ ત્યાં જઈને રહી શક્શે તેવી વાતો થઈ રહી હતી. તો શું ખરેખર ત્યાં રોકાણ થયું છે? શું છે જમ્મુ કશ્મિરની ઓદ્યિગિક પ્રગતિની હકીકત? એ વિશે આજે વાત કરીશું.

માત્ર બે વ્યક્તિએ જમીન ખરીદી છે!

તાજેતરમાં 9મી ઓગસ્ટે લોકસભાની કાર્યવાહી દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના જવાબમાં સદનને નોંધનીય જાણકારી આપી હતી. પ્રશ્ન હતો કે, આર્ટિકલ 370 સમાપ્ત થયા બાદ દેશના અન્ય રાજ્યના લોકો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કશ્મિરમાં સંપંત્તિ ખરીદી છે કે ખરીદવા માંગે છે? પોતાના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘જમ્મુ કશ્મિર સકરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ 2019ના ઓગસ્ટ બાદ કેન્દ્ર શાસિત પ્રદેશના બહારના રાજ્યમાંથી બે લોકોએ અહીં બે સંપત્તિ ખરીદી છે.’

સરકારને એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું અન્ય રાજ્યની સરકાર કે લોકોને જમ્મુ કશ્મિરમાં સંપંત્તિ ખરીદવામાં મુશ્કેલ પડી હતી? આ પ્રશ્નના જવાબમાં નિત્યાંનદ રાયે સદનને જણાવ્યું કે, ‘સરકાર સામે એવી કોઈ ઘટના આવી નથી.’

આર્ટિકલ 370 : શું હતો નિયમ? શું છે અત્યારે નિયમ?

જમ્મુ કશ્મિરમાં જ્યારે આર્ટિકલ 370 લાગૂ હતો ત્યારે અન્ય રાજ્યના લોકો ત્યાં જમીન નહોતા ખરીદી શક્તા. માત્ર રાજ્યના લોકો જ ત્યાં જમીન અને સ્થાવર મિલકત ખરીદી શક્તા હતા. ગયા વર્ષે 26 ઑક્ટોબરે કેન્દ્રના ગૃહ મંત્રાલયે જમ્મુ કશ્મિર રિઑર્ગેનાઇઝેશન એડેપ્ટેશન ઑફ સેન્ટ્રલ લૉઝ થર્ડ ઑર્ડર, 2020નું નોટિફિકેશન જારી કરીને જમીન કાયદા સાથે જોડાયેલા જમ્મુ કશ્મિર ડેવલપમેન્ટ ઍક્ટની ધારા 17માં ફેરફાર કર્યા હતા. રાજ્યન 12 કાયદા ખતમ કરી દેવામાં આવ્યા અને 26 નવા કાયદામાં ફેરફાર કરીને લાગૂ કરી દેવામા આવ્યા. ઉપરાંત જમીન ખરીદ વેચાણની શરતોમાં ‘રાજ્યના સ્થાયિ નાગરિક’ શબ્દ હટાવી લેવામાં આવ્યો.

આ નોટિફિકેશન મુજબ દેશના કોઈપણ જગ્યાએ રહેતો કોઈપણ વ્યક્તિ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન ખરીદી શકે છે અને ત્યાં રહી શકે છે. જોકે, સરકારે અત્યાર સુધી ખેતીની જમીનને લઈને કોઈ નીતિ નથી બનાવી. આ આદેશ મુજબ જમ્મુ કશ્મિરમાં ખેતીની જમીન માત્ર ખેડુતો પાસે જ રહેશે. અન્ય રાજ્યના લોકો જમ્મુ કશ્મિરમાં ખેતી સિવાયની કોઈપણ જમીન ખરીદી શકે છે.

આ રીતે ડેવલપમેન્ટ ઑથોરિટીને કેન્દ્નના કાયદા મુજબ જમીન અધિગ્રહણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેના હેઠળ હવે લીઝ પર આપવા કે એલોટ કરવા માટે પરમેનન્ટ રેઝિડેન્ટનો નિયમ જરૂરી નથી રાખવામાં આવ્યો. અને આ જ રીતે ડેવલપમેન્ટ ઍક્ટ હેઠળ જમ્મુ કશ્મિર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઝડપથી ઉદ્યોગ સ્થાપવા અને તેમના માટે કમર્શિયલ સેક્ટર બનાવવા પર કામ કરી શકે છે. 2021ના એપ્રિલમાં જમ્મુ કશ્મિરની નવી ઔદ્યોગિક અને જમીન ફાળવણી નીતિની ઘોષણા કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીરમાં રોકાણ: અનુમાનના આંકડા

જમ્મુ કશ્મિરના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગે ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે સચિવ રંજન પ્રકાશ ઠાકુરના નેતૃત્વમાં બે જુલાઈએ થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જમ્મુ ડિવિઝનમાં 1548 કરોડ રૂપિયાના 15 પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી. સરકારનું કહેવું છે કે, આનાથી આશારે પાંચ હજાર લોકો માટે રોજગરી પેદા થશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશમાં 84 હજાર લોકોને રોજગારી અપવાનારા 20 હજાર કરોડની રોકાણ દરખાસ્તોની મંજૂરી દેવા માટે પ્રયાસશીલ છે. સાથે જ સરકારનો દાવો છે કે, જમ્મુ કશ્મિરમાં નવા અને જૂના ઔદ્યોગિક ક્ષેત્રમાં 27 હજાર નહેરથી વધુ જમીનની લેન્ડ બેંક બની ચૂકી છે.

જમ્મુ કશ્મિરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, શરૂઆતમાં અમારું અનુમાન આશરે 25 હજાર કરોડના રોકાણનું હતું, પરંતુ દેશના બિઝનેસમૅન પાસેથી મળેલા રિસ્પોન્સને જોતા અમે આ લક્ષ્ય 40થી 50 હજાર કરોડ કરી દીધંન છે. આનાથી આવનારા વર્ષોમાં 7-8 લાખ રોજગારી પેદા થશે.

તેમના કહેવા મુજબ અત્યાર સુધી 20 હજાર કરોડના રોકાણ ઈન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ મળ્યા છે. ઉપરાજ્ય પાલે જણાવ્યું હતું કે, સમિતિએ આ પ્રપોઝલને મંઝૂરી આપવાનું શરૂ કરી દીધું છે અને અમુકને ફેક્ટરી નાખવા માટે જમીન પણ અપાઈ ચૂકી છે.

કશ્મિરમાં અત્યારની (ખરેખર) સ્થિતિ કેવી છે?

ઉપરાજ્યપાલે ભલે 50 હજાર કરોડના રોકાણની વાત કરી, પરંતુ કશ્મિર ઘાટીમાં સ્થિતિ સુધરી નથી. પાછલા બે વર્ષમાં કશ્મીરમાં ખરેખર ગ્રાઉન્ડ લેવલે શું બદલાયું છે, કેટલું રોકાણ થયું છે અને કેટલા નવા બિઝનેસ યુનિટ્સ ખુલ્યા છે એ વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડ્સ્ટ્રીઝના પૂર્વ અધ્યક્ષ સઈદ શકીલ કલન્દરે કહ્યું હતું કે, ‘હકીકત એ છે કે, 370 આર્ટિકલ હટ્યા બાદ કશ્મિર ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરની સુધરેલી સ્થિતિ 60 ટકા પાછી જેવી હતી તેવી જ થઈ ગઈ છે. પાછલા બે વર્ષમાં સરકારની જે અહીંની ખરીદી છે, તેનું સરકાર રાષ્ટ્રીય સ્તરે ટેન્ડરિંગ કરે છે અને તેમાં અહીંનો બિઝનેસમૅન અન્ય બિઝનેસમૅન સાથે સ્પર્ધા નથી કરી શક્તો.’

સઈદ શકીલ કલન્દરે જણાવ્યું હતું કે, આર્ટિકલ 370 હટ્યા બાદ એક વર્ષ સુધી ધંધો ઠપ્પ રહ્યો હતો. પહેલા 370નું લૉકડાઉન હતું અને પછી કૉવિડનું લૉકડાઉન. અહીં સરકાર પર આધારિત તમામ કારખાના બંધ થઈ ગયા છે. આશરે 200 જેટલા કારખાના ઇલેક્ટ્રિકલ સામાન બનાવતા હતા તે બંધ થઈ ચૂક્યા છે. જમ્મુ કશ્મિરમાં મોટા પ્રમાણમાં લાકડાના કારખાના છે, પણ પાછલા બે વર્ષમાં અંદાજિત આશરે ચાર કરોડનું લાકડામાંથી બનેલું ફર્નિચર બહારથી આવ્યું છે. સરકાર જે વિકાસની વાત કરી રહી છે તે વિકાસ દેખાવો જોઈએ. અહીં એથી ઊલ્ટુ થઈ રહ્યું છે.

કશ્મિરના ઇકોનોમિક એક્સપર્ટ અજાઝ અય્યૂબ કહે છે કે, ‘જમ્મુ કશ્મિરની જીડીપી પાછલા ત્રણ વર્ષમાં સરકારે સામે મૂકી જ નથી કેમ કે બતાવવા જેવું કંઈ છે જ નહીં. આર્ટિકલ 370 હટવાથી સ્થિતિ બગડી હતી તે કૉવિડના કારણે નજરઅંદાઝ થઈ ગઈ છે. પાછલા બે વર્ષમાં કશ્મિરના પ્રાઈવેટ સેક્ટરમાં ઘણા લોકોની નોકરી છૂટી ગઈ છે. સરકારે અમુક નોકરીઓ આપી છે, પણ બહુ ઓછી.’

અઝાઝ અય્યૂબ આગળ કહે છે કે, સરકારે જણાવ્યું હતું કે જમ્મુ અને કશ્મિરમાં રોકાણ થશે અને એ હવાલાથી કશ્મિરમાં ગ્લોબલ સમિટ યોજવાની વાત થઈ હતી, પરંતુ સ્થિતિ બરાબર નથી એમ કહીને તે કેન્સલ થયું. જમ્મુ કશ્મિરની બહાર અમુક શહેરોમાં રોડ શોઝ થયા, દિલ્લીમાં 2020ના જાન્યુઆરી મહિનામાં એવો જ એક રોડ શો થયો હતો, પરંતુ રોકાણ કોઈ મળ્યું નથી. બાદમાં જમ્મુ કશ્મિર ઇન્ડસ્ટ્રિયલ એન્ટિટિ બનાવવામાં આવી અને તે માટે જમીનને પણ ટ્રાન્સફર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હવે બહારથી ઈન્વેસ્ટમેન્ટ મળશે, પરંતુ સચ્ચાઈ એ છે કે, હજુ સુધી કોઈએ રોકાણ કર્યું નથી.

રોકાણ કરવા માટે માત્ર જમીન અને સરકારી સબસિડીની જરૂર નથી હોતી, પરંતુ એ માટે વાતાવરણ બનાવવું જરૂરી છે. અન્ય રાજ્યમાં સારી રીતે કામ કરતો વ્યક્તિ કોઈ એવી જગ્યાએ પોતાનો બિઝનેસ શા માટે શરૂ કરશે જ્યાં ઈન્ટરનેટમાં તકલીફ રહતી હોય કે જ્યાં મોસમ અને વીજળીની સમસ્યા રહેતી હોય.

Read Also

Related posts

પીએમ કિસાન સન્માન નિધિ/ નવા રજીસ્ટ્રેશન માટે બદલાયા નિયમો, હવે રેશનકાર્ડ વગર નહિ થાય આ કામ

Binas Saiyed

કતારમાં પ્રેમ કરવું ગુનો, મળશે 7 વર્ષની સજા; જાણો શા માટે જારી કરાયા આવા વિચિત્ર નિયમો

Damini Patel

9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી

Hemal Vegda
GSTV