Last Updated on April 8, 2021 by Pravin Makwana
શું તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહી ? જો તમે તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં તે જાણવા માટે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ નાગારિકો માટે ખૂબજ સરળ સુવિધા લાવી છે. પાનકાર્ડ સાથે આધાર લિંક થયું છે કે નહી તે જાણાવા માટે અમે આપને બતાવીશું એક સાદી અને સરળ રીત…
પાનકાર્ડ-આધારકાર્ડ માટેની પ્રોસેસ
તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં તે જાણવા માટે તમે ઈન્કમટેક્ષની વેબસાઈટ પર તપાસ કરી શકો છો. સૌથી પહેલા વેબસાઈટ પર ગયા પછી આધારકાર્ડમાં આપેલું નામ દાખલ કરો, ત્યાર પછી પાન નંબર અને આધાર નંબર દાખલ કરો. આધાર કાર્ડ વાળા ઓપશનમાં જન્મ તારીખ અને વર્ષ મેન્શન કરો. ત્યારે પછી નીચે આપેલા કૈપ્ચા કોર્ડ દાખલ કરી એન્ટર દબાવો હવે આધાર બટન પર ક્લિક કરો આ પ્રક્રિયા કરવાથી પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ જશે.
SMS કરી પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક કરવાની રીત
જો તમારે મેસેજ મોકલી પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું છે. તો તેના માટે પણ અંહી પ્રોસેસ આપવામાં આવી છે. એના માટે સૌથી પહેલા તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી 12 આંકડાવાળો આધાર કાર્ડ દાખલ કરો હવે 10 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો. હવે સ્ટેપ એકમાં જણાવ્યા પ્રમાણે 567678 અથવા 56161 પર મેસેજ સેન્ટ કરી દો.
બંધ પાનકાર્ડને ફરી શરૂ કરવા શુ કરશો ?
તમને જણાવી દઈએ કે બંધ પાનકાર્ડને ફરીથી એક્ટિવ કરવા માટે શું કરશો. તેના માટે તમારે એક મેસેજ કરવાનો રહેશે. મેસેજ માટે રજિસ્ટાર્ડ મોબાઈલથી 12 આંકડોનો પાનકાર્ડ નંબર દાખલ કરો ત્યાર પછી એક સ્પેસ આપી 10 આંકડાનો આધારનંબર દાખલ કરી 567678 અથવા 56161 પર મેસેજ કરવાનો રહેશે.
પાનકાર્ડ સાથે આધાર લિંક અપડેટ જાણવા શુ કરશો ?
- ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાવ
- ક્લિક લિંક ટેબ પર લિંક આધાર પર તેમરૂં સ્ટેટ્સ ચેક કરી લો
- સ્ટેટ્સ ચેક કરવા માટે આધાર પાનકાર્ડ માટેની જાણકારી ભરો
- હવે વ્યુ લિંક આધાર સ્ટેટ્સ પર ક્લિક કરી એપટેડ જાણી શકે છો
- હવે તમને ખબર પડી જશે કે તમારુ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક થયું છે નહીં
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
