GSTV
Home » News » NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ

NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ

નાગરિકતા સંશોધન કાયદા પર રાજકીય વિરોધ અને પૂર્વોત્તરના કેટલાંક સીએમની અપીલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમાં કેટલાંક ફેરફાર થશે તેવા સંકેત આપ્યા છે. ઝારખંડના ગિરડીહમાં ચૂંટણી રેલી દરમિયાન શાહે કહ્યું કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કાયદામાં કેટલાંક બદલાવ અંગે સુચન આપ્યું છે, ત્યારે તેઓને ક્રિસમસ બાદ મળવાનું કહ્યું છે.

શાહે કહ્યું કે મેઘાલય માટે રચનાત્મક રીતે સમાધાન માટે વિચારી શકીએ છીએ, કોઈને ડરવાની જરૂર નથી. આ પહેલાં આસામના સીએમ સર્વાનંદ સોનોવાલે કહ્યું હતું કે રાજ્યમાં લોકોના અધિકારોની રક્ષા માટે તેઓ સમર્પિત છે. શાહનું નાગરિકતા કાયદા પર નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પહેલાંથી જ સંકેત આપી ચુક્યા છે કે તેઓ પોતાના રાજ્યમાં નાગરકિતા કાયદાને લાગૂ નહીં કરે.

READ ALSO

Related posts

હાર્દિકની ધરપકડ થતા પ્રિયંકા ગાંધી ભાજપ પર રોષે ભરાયા, હાર્દિકને કહ્યો કિસાનોની ‘લડાઈ લડનારો’

Mayur

જમ્બો આતંકી : વજન એટલો બધો હતો કે પોલીસને મહાકાય ટ્રક મંગાવવો પડ્યો

Mayur

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!