GSTV

વિદેશની નદીઓમાં જોવા મળતો નજારો હવે ગુજરાતમાં જોવા મળશે, ટુરીઝમને વેગ આપવા શરૂ થશે હોવરક્રાફ્ટ બોટ

વિદેશની નદીઓમાં જોવા મળતી હોવરક્રાફ્ટ બોટ હવે ગુજરાતમાં જોવા અને તેની સવારી માણવા મળશે. આવનારા વર્ષોમાં રાજ્યમાં બારેમાસ પાણી રહેતી નદીઓમાં પાણીને ચીરતી આવી હોવરક્રાફ્ટ જોવા મળશે. રાજ્યમાં સીપ્લેન સેવા શરૂ કરવાનો પ્રોજેક્ટ હજુ આકાર લઈ રહ્યો છે ત્યાં રાજ્ય સરકારે ટુરીઝમને વેગ આપવા હવે નદીઓમાં જળપરિવન સેવા શરૂ કરવા રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઘણા દેશોમાં બારેમાસ ભરેલી રહેતી નદીઓમાં જળપરિવહન માટે સ્પીડ બોટ ઉપરાંત હોવરક્રાફ્ટ દોડતી હોય છે. આવી હોવરક્રાફ્ટ આવનારા વર્ષોમાં ગુજરાતમાં બારેમાસ પાણીથી ભરેલી નદીઓમાં જોવા મળી શકે છે. સી-પ્લેન પ્રોજેક્ટ બાદ જળ પરિવહન શરૂ કરવા રાજ્ય સરકાર વિચારી રહી છે. અને આ માટે પ્રોજેક્ટ પણ તૈયાર કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં નદીઓના જળમાર્ગોને નર્મદા કેનાલના નેટવર્ક સાથે જોડાશે. આ માટેનો પાયલોટ પ્રોજેકટ મેરીટાઇમ બોર્ડે તૈયાર કર્યો છે.

ગુજરાતમાં જળપરિવહન પ્રોજેક્ટ

  • નર્મદા, તાપી, અંબિકા, ઓરંગા અને પૂર્ણાં સહિતની બારમાસી નદીઓમાં પેસેન્જર અને માલવાહક જહાજો ચાલશે
  • પાયલોટ પ્રોજેકટ ગુજરાત મેરીટાઇમ બોર્ડે તૈયાર કર્યો
  • નદીઓમાં સાબરમતી નદીને પણ સામેલ કરવાનું ચાલી રહ્યું છે પ્લાનિંગ
  • નદીમાં રિવરફ્રન્ટને મુખ્ય ધરી તરીકે ડેવલપ કરવામાં આવશે
  • નણા વિભાગને દરખાસ્ત પણ મોકલવામાં આવી
  • નદીઓના જળમાર્ગોને નર્મદા કેનાલના નેટવર્ક સાથે પણ જોડી શકાય તેમ છે
  • કલ્પસર પ્રોજેકટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીક આવશે
  • જળપરિવહન વિકસશે તો જમીન અને રેલમાર્ગ પરનું ભારણ ઘટશે

ગુજરાત સરકારે રિવર ઇન્ટર લિંક-અપ પ્રોજેક્ટ હેઠળ જળમાર્ગ બનાવવાનું નક્કી કર્યું છે. સંસદમાં ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રમોશન એક્ટ પસાર થયા પછી ગુજરાતમાં નર્મદા, તાપી, અંબિકા, ઓરંગા અને પૂર્ણાં સહિતની બારમાસી નદીઓમાં પેસેન્જર અને માલવાહક જહાજો ચલાવવાનો આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત મેરીટાઇમ બોર્ડે તૈયાર કર્યો છે. આ નદીઓમાં સાબરમતી નદીને પણ સામેલ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ નદીમાં રિવરફ્રન્ટને મુખ્ય ધરી તરીકે ડેવલપ કરવામાં આવશે. નણા વિભાગને દરખાસ્ત પણ મોકલવામાં આવી છે. નદીઓના જળમાર્ગોને નર્મદા કેનાલના નેટવર્ક સાથે પણ જોડી શકાય તેમ છે. કલ્પસર પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીક આવશે. જળપરિવહન વિકસશે તો જમીન અને રેલમાર્ગ પરનું ભારણ ઘટશે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડે નર્મદા નદી ઉપર ચાંદોદ ભાડભૂત અને કબીરવડ, પૂર્ણાંમાં મદવાડ, તાપીમાં રાંદેર ખાતે જેટીઓ બાંધીને સ્થાનિક ગ્રામજનોથી લઈને પરિક્રમા કરનાર શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક બજારો, ખેડૂતો માટે પેસેન્જર અને માલવાહક જહાજોના આવાગમન માટે વ્યવસ્થા વિચારી હતી, પરંતુ કેન્દ્ર તરફથી નિર્ણય નહીં થતાં આ પ્રોજેક્ટ મુલતવી રહ્યો હતો. પરંતુ હવે કેન્દ્રની ગાઇડલાઇન્સ પ્રમાણે ગુજરાત સરકારે આ માટે ફરીથી વિચારણા શરૂ કરી છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!