GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

યમનમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શીયા મુસ્લિમોના બળવો કરનારા હુથી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. સ્થાનિક સૈન્ય દ્વારા જારી માહિતી અનુસાર અહીંના મરાબીમાં આવેલી મસ્જિદમાં મિસાઇલો દાગવામાં આવી હતી, જેમાં સ્થળ પર જ 100 લોકો માર્યા ગયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જે વિસ્તારમાં હુમલો કરાયો તેને યમન સૈન્ય કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.

યમનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતંુ કે અમે આ હુમલાને વખોડી રહ્યા છીએ, સૈન્યએ જણાવ્યું હતું કે જે લોકો માર્યા ગયા છે તેમાં સૈન્ય અને આમ નાગરિકો બન્નેનો સમાવેશ થાય છે. ઘવાયેલાને અહીંના મરાબીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા 160થી વધુ છે અને તેમાં અનેકની સ્થિતી ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

જોકે આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ હુથી સંગઠન દ્વારા નથી લેવામાં આવી પણ મોટા ભાગને યમનમાં હુથી સંગઠનો દ્વારા જ હુમલા થઇ રહ્યા છે. બે મહિના પહેલા જ હુથી સંગઠનોએ સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ કંપની પર રોકેટ ફેક્યા હતા જેમાં કરોડોનું નુકસાન કર્યું હતું.જોકે માત્ર સાઉદી અરેબિયા જ નહીં હુથી સંગઠનોની દુશ્મની યમન સરકાર અને સૈન્ય સાથે પણ છે. આ હુમલો એવા સમયે આવ્યો છે જ્યારે યમન સરકારે હુથી સંગઠનના બળવાખોરો પર હુમલા કરવાનું શરૂ કરી દીધુ છે અને શોધી શોધીને મારવાનો આદેશ આપ્યો છે. 

યમનના પ્રમુખ અબેદરબ્બો મનસોરે કહ્યું હતું કે આતંકીઓએ અતી કાયરતા પૂર્વક નિર્દોશ લોકોની હત્યા કરી છે. યમને આ હુમલા માટે ઇરાન પર પણ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે હુથી સંગઠનને ઇરાન દ્વારા સમર્થન મળી રહ્યું છે. સાથે તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારના હુમલા યમનના વિકાસને અટકાવી રહ્યા છે. એવા અહેવાલો છે કે માર્યા ગયેલામાં 80થી વધુ સૈનિકો છે કેમ કે સૈન્ય કેમ્પમાં આવેલી મસ્જિદને નિશાન બનાવી આ હુમલો કરાયો હતો. જ્યારે હુમલો થયો ત્યારે યમનના સૈનિકો અહીં આવેલી મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યા હતા. યમનમાં ઘણા સમયથી ગૃહ યુદ્ધની સ્થિતિ છે.

READ ALSO

Related posts

આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજા મહેરબાન: ભારે વરસાદથી ભરાયા ઠેરઠેર પાણી, પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ

pratik shah

આજે થવા જઈ રહ્યું છે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ! લગભગ 3 કલાક સુધી ચાલશે, જાણો દરેક મહત્વની વાત

Arohi

વિશ્વમાં ઘાતક વાયરસનો ભરડો વધ્યો, જીવલેણ મહામારીનાં ચેપગ્રસ્તોની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!