GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

USમાં મોદી માટે સ્પેશિયલ ‘નમો થાળી’ તૈયાર! આ શેફે કરી છે ખાસ તૈયારી, ખોલ્યા PMની પસંદના રાઝ

PM નરેન્દ્ર મોદી અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં પહોંચી ગયા છે, જ્યાં તેઓ રવિવારના રોજ હાઉડી મોદી સમારંભનું સંબોધન કરશે.

આ સમારંભમા 50 હજારથી વધુ લોકો ભાગ લેશે, જેમાં અમેરિકાના 48 રાજ્યોમા રહેતા ભારતીય મૂળના લોકોનો પણ સમાવેશ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, અમેરિકાના સાંસદ અને મેયર પણ આ સમારંભમાં ભાગ લેશે.

હ્યુસ્ટનમા PM મોદી માટે ખાસ વાનગી બનાવવામાં આવી રહી છે. PM મોદી માટે સ્પેશ્યલ ‘નમો થાળી’ તૈયાર કરવામા આવી છે. ભારતીય મૂળના શેફ કિરણ વર્મા હ્યુસ્ટનમા PM મોદી માટે બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર તૈયાર કરશે.

શેફ કિરણે જણાવ્યુ કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પહેલી વાર જમવાનું બનાવી રહી છું. PM મોદી શાકાહારી છે. જેથી બધી શાકાહારી વાનગી બનાવવામા આવી છે.’

PM મોદી તરફથી કોઈ ખાસ ફરમાઇશ નથી

શેફ કિરણએ કહ્યુ PM મોદીને નમો થાળી પીરસવામા આવશે. આ થાળી સામાન્ય લોકોને પણ પીરસવામા આવશે. PM મોદી માટે રોજ અલગ-અલગ વાનગી બનાવવામા આવશે. એમની મહેમાનગતિ માટે અલગ-અલગ રાજ્યો અને શહેરોની વાનગી બનાવવામા આવશે. જો કે PM મોદીએ કોઇ ખાસ વાનગીની ફરમાઇશ કરી નથી.

Read Also

Related posts

મહિલા તરફથી સેક્સ માટે ખુશી-ખુશી રાજી થવાનો જ માપદંડ હોવો જોઈએ: કેરળ હાઈકોર્ટે

pratik shah

સુરતના આ વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ પર 7 દિવસ સુધી પ્રતિબંધ

Bansari

મેઘ મહેર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ,મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!