GSTV
Home » News » પ્લોટ, ફ્લેટ અને મકાનની સરકારે નક્કી કરી ટ્રાન્સફર ફી, જાણો આ છે કાયદો

પ્લોટ, ફ્લેટ અને મકાનની સરકારે નક્કી કરી ટ્રાન્સફર ફી, જાણો આ છે કાયદો

ગુજરાત રાજ્ય હાઉસિંગ સોસાયટીઓમાં પ્લાટ, મકાન, બંગલો કે પછી ફ્લેટ ટ્રાન્સફર કરવા માટે રૂા. 50,000થી વધુ ફી ઉઘરાવી શકાશે નહિ. ગુજરાત સરકારે 13મી ફેબુ્રઆરી 1991ના પરિપત્ર કરીને ટ્રાન્સફર ફી પેટે ઓછામાં ઓછા રૂા. 500 અને વધુમાં વધુ રૂા. 50,000 લેવાની છૂટ આપી છે. આ નિર્ધારિત ફી કરતાં વધુ રકમ લેનારા સોસાયટીના હોદ્દેદારો સામે કાયદેસર કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે.

અમદૈાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના સાત મોટા શહેરો અને તેનાથી નાના નગરોમાં પણ ટ્રાન્સફર ફી પેટે નિર્ધારિત રૂા. 50,000ની મહત્તમ મર્યાદા કરતાંય વધુ રકમ સોસાયટીના હોદ્દેદારો વસૂલી રહ્યા છે.એકલા અમદાવાદમાં દર વર્ષે આ પ્રકારની 25થી 50 ફરિયાદો ઓવી રહી છે. પરિણામે ગુજરાત સરકારે આજે આ સ્પષ્ટતા કરી છે. જોકે ઘણાને સરકારના આ પરિપત્રની જાણકારી જ ન હોવાથી સોસાયટીના હોદ્દેદારોની દાદાગીરી સામે ફ્લેટ ખરીદનાર કે વેચનારે ઝૂકીને પૈસા ચૂકવી આપવા પડી રહ્યા છે. 

રૂા. 50,000ની મહત્તમ ફીની વસૂલી અંગેની પરિપત્ર મુજબ સોસાયટીઓ તેમના બાય લોઝમાં કરવાને પાત્ર ફેરફારો પણ ન કરીને મહત્તમ મર્યાદાથી વધુ ટ્રાન્સફર ફી વસૂલી રહી હોવાની ફરિયાદો વધી રહી છે.બંગલા મોટી રકમથી વેચાતા હોવાથી સોસાયટીઓ ટ્રાન્સફર ફી પેટે રૂા. 5 લાખ જેટલી મોટી રકમ પણ વસૂલતા હોવાના કિસ્સાઓ અમદાવાદના સહકારી વિભાગના ધ્યાનમાં આવ્યા છે. કાનૂની જોગવાઈમાંથી છટકવા માટે રૂા. 50,000 ટ્રાન્સફર ફી પેટે અને બાકીના એટલે કે ઉપરના રૂપિયા ડેવલપમેન્ટ ફંડ તરીકે લેવામાં આવી રહ્યા છે.

વિકાસ ફંડને નામે પણ મિલકતના ટ્રાન્સફરની ફી પેટે નિર્ધારિત મર્યાદાથી વધુ રકમ વસૂલી શકાતી નથી એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.  સરકાર દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નિર્ધારિત કરતાં વધુ રકમ લેનારાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. હાઉસિંગ સોસાયટીઓને લગતાં કાયદાની કલમ 76 બી હેઠળ કમિટીના હોદ્દેદારોને દૂર પણ કરી શકાય છે. 

સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હાઉસિંગ સોસાયટીઓ નિર્ધારિત મર્યાદામાં ટ્રાન્સફર ફી લઈ શકે છે, પરંતુ હાઉસિંગ સર્વિસ કોઓપરેટીવ સોસાયટીઓ તો ટ્રાન્સફર ફી લેવાનો અિધકાર જ ધરાવતી નથી. તેમ છતાંય તેમના દ્વારા પણ ટ્રાન્સફર ફી લેવામાં આવી રહી છે. હાઉસિંગ સર્વિસ સોસાયટીની મુખ્ય કામગીરી સોસાયટીના રોડ-રસ્તા, પાણી, વીજળી, સાફસફાઈ વગેરેની કામગીરી કરવા પૂરતી જ સીમિત હોય છે. તેઓ ટ્રાન્સફર ફી મેળવવાનો અિધકાર જ ધરાવતા નથી.

READ ALSO

Related posts

ગેંગરેપના આરોપીઓનું વડોદરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું મેડિકલ ચેકઅપ

Nilesh Jethva

ગિરનાર પર બિરાજમાન મા અંબાજીના મંદિર પરિસરમાં સુવિધાનો અભાવ, મહંતે રજૂ કરી વ્યથા

Nilesh Jethva

રાજ્યમાં અહી આકાર પામી રહ્યો છે એશિયાનો સોથી મોટો રોપ-વે પ્રોજેક્ટ, આવી છે ખાસીયતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!