GSTV

હોમ લોન લેનારા માટે મોટા સમાચાર: લોન ટ્રાન્સફર કરાવી તો આપવો પડશે મોટો દંડ, ફાઈનાન્સ કંપનીઓ બનાવી રહી છે તોડ કરવાનો પ્લાન

Last Updated on July 21, 2021 by Pravin Makwana

જે લોકોએ હોમ લોન લીધી છે. તેમના માટે જરૂરી સમાચાર છે. દેશની લગભગ તમામ બેંકે રેકોર્ડ સ્તર પર સૌથી ઓછા વ્યાજ સાથે હોમ લોન આપી રહ્યા છે. આ સાથે જ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને ખૂબ જ ખોટ આવી રહી છે. સ્વાભાવિક વાત છે કે જ્યારે ખૂબ જ ઓછા દરે બેંક હોમ લોન આપે તો હાઉસિંગ ફાઈનાન્સિંગ કંપનીઓનું કામ શું રહે. બેંકોમાં મળતી આ સુવિધા જોતા ગ્રાહકો હોમ લોન ફાઈનાન્સ કંપનીઓમાંથી બેંકોમાં ટ્રાંસફર કરાવી રહ્યા છે.

હોમ ફાઈનાન્સથી હોમ લોન ટ્રાંસફર કરાવતા લોકોની ટકાવારી 7-10 ટકા છે. આ જ કારણે ફાઈનાન્સ કંપનીઓની ચિંતા વધી ગઈ છે. આ મામલનું સમાધાન કરવા માટે ફાઈનાન્સ કંપનીઓ રિઝર્વ બેંક અને નેશનલ હાઉસિંગ બેંક સાથે સતત વાત કરી રહી છે. ફાઈનાન્સ કંપનીઓ રિઝર્વ બેંક સાથે વાત કરવાની મંજૂરી માગે છે, જો કોઈ કસ્ટમર તેમની હોમ લોનનું અમાન્ટ ટ્રાંસફર કરાવે છે, તો તેમના પર પ્રીપેમેન્ટ પેનલ્ટી લગાવી શકાય. જો હાઉસિંગ કંપનીઓને આ મંજૂરી મળી જાય તો, લોન ટ્રાંસફર કરવા પર દંડ ભરવાની નોબત આવે.

home loan

ફાઈનાન્સ કંપનીઓનો તર્ક

હાઉસીંગ કંપનીના એક પ્રમુખે કહ્યુ હતું કે, ગ્રાહક લેવા માટે હાઉસિંગ કંપનીઓમાં ખૂબ મહેનત કરે છે. તેના માટે સમય અને સંસાધનનો ખર્ચ થાય છે. પૈસાનો ખર્ચ અલગ છે. તેમાં એવા કેટલાય કસ્ટમર છે, જે 6 મહિનાથી 1 વર્ષની અંદર પોતાની લોન ટ્રાંસફર કરાવી લેતા હોય છે. કારણ કે બેંકની લોન સસ્તી થઈ ગઈ છે. બેંકો તરફથી તેના માટે ઓફરો પણ આપવામાં આવી છે. કોટક મહિન્દ્ર અને સ્ટેટ બેંક ગ્રાહકોને 6.65 ટકા અને 6.75 ટકાએ લોન આપી રહ્યા છે. આ કંપનીઓ માટે વ્યાજદરોમાં હાલ તો ફેરફાર કરવો મુશ્કેલ છે, કારણ કે પહેલા જે લોન આપી છે તેના માટે આખુ અકાઉન્ટ રી-સ્ટ્રક્ટર કરવુ પડશે.

ફાઈનાન્સ કંપનીઓને ખોટ

આ સ્થિતીને જોતા હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓની સામે મોટો પડકાર આવ્યો છે. ખાસ કરીને નાની ફાઈનાન્સ કંપની માટે. મોટી ફાઈનાન્સ કંપનીઓ અને મોટી બેંક તો સસ્તાદરે હોમ લોન આપી શકે છે.અને ખર્ચો પણ કાઢી લેતી હોય છે. પણ નાની કંપનીઓ માટે ખૂબ જ અઘરૂ સાબિત થાય છે. નાની કંપનીઓનું કહેવુ છે કે, આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગિય પરિવારો ઓછા દરે વ્યાજ લેતા હોય છે. તેમાં અમુક એવા પણ હોય છે, જે પહેલી વાર લોન લેતા હોય છે. તેથી આવા લોકો પણ હવે હોમ લોન ટ્રાંસફર કરવાનું ચલણ જોવા મળ્યુ છે.

READ ALSO

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!