GSTV
Home » News » પાછલા ચાર વર્ષમાં ઘર ખરીદવું થયુ મોંઘુ, RBIના સર્વેમાં થયો ખુલાસો

પાછલા ચાર વર્ષમાં ઘર ખરીદવું થયુ મોંઘુ, RBIના સર્વેમાં થયો ખુલાસો

છેલ્લા ચાર વર્ષોમાં ઘર ખરીદવું ઘણું મુશ્કેલ બની ગયું છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આ દરમિયાન ઘર લોકોનું ઘર ખરીદવાનું સપનું તેમની પહોંચથી ઘણું દૂર થયું છે. મુંબઈમાં તો વધુ કિંમતો વધી છે. રિઝર્વ બેન્ક, 2010થી ક્વાર્ટર આધારે 13 શહેરોમાંથી પસંદગી પામેલ બેન્કો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ દ્રારા કરવામાં આવેલ હોમ લોન પર રહેણાંક પ્રોપર્ટી પ્રાઈસ સર્વેલન્સ સર્વે (RAPMS) ચલાવી રહ્યું છે.

રિઝર્વ બેન્કે ગુરૂવારે સર્વે જારી કરતા જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં ઘર લોકોની પહોંચથી દૂર થયુ છે. આ દરમિયાન મકાનના કિંમતથી આવક (HPTI) ગુણોત્તર માર્ચ, 2015ના 56.1થી વધીને માર્ચ, 2016માં 61.5 થઈ ગયો છે. એટલે કે, આવકની તુલનામાં મકાનોની કિંમત વધી છે. વિવિધ શહેરોની વાત કરીએ તો, મુંબઈમાં ઘર ખરીદવું સૌથી વધુ મુશ્કેલ અને ભુવનેશ્વરમાં ઘર ખરીદવું સરળ છે.

સર્વે અનુસાર, આ દરમિયાન સરેરાશ લોનથી આવક (LTI) ગુણોત્તર પણ 3જી માર્ચ, 2015થી માર્ચ, 2019માં 3.4 થઈ ગયો છે, જે ઘરના લોકોની પહોંચથી દૂર હોવાની પુષ્ટી કરે છે. સર્વેમાં જણાવાયું છે કે, સરેરાશ લોનથી મૂલ્ય (LTV) ગુણોત્તર 67.7થી 69.6 ટકા થઈ ગયું છે, જે દર્શાવે છે કે, બેન્ક હવે વધુ જોખમ ઉઠાવવા લાગી છે. LTVથી તાત્પર્ય હાઉસિંગ લોન પર ક્રેડિટ રિસ્ક છે.

સર્વેમાં એક અન્ય નિષ્કર્ષ એ નીકળ્યો છે કે, સરેરાશ EMIથી આવક (ETI) ગુણોત્તર છેલ્લા બે વર્ષમાં વધુ અથવા ઓછું સ્થિર બનેલ છે. આ લોનની પાત્રતા બાબતે જણાવે છે. જો કે, અન્ય શહેરોની તુલનાએ મુંબઈ, પુના અને અમદાવાદે વધુ ઉંચી સરેરાશ ETI નોંધાવી છે. આ અભ્યાસ મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, બેંગલુરૂ, હૈદરાબાદ, કલકત્તા, પુના, જયપુર, ચંદીગઢ, અમદાવાદ, લખનૌ, ભોપાલ અને ભુવનેશ્વરમાં કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

UPનાં પ્રયાગરાજ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા બે લોકોના મોત

Riyaz Parmar

વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો ચિંતાતુર, વરૂણદેવને રિઝવવા આવી રીતે કરી પ્રાર્થના

Riyaz Parmar

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!