સ્પેશિયલ વિંડો ફોર અફોર્ડેબલ એન્ડ મિડ ઈનકમ હાઉસિંગ અંતર્ગત અત્યાર સુધીમાં 81 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત 60,000 મકાન બનાવવામાં માટે 8767 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર બેંગલુરૂમાં 10, પુણેમાં 7, મુંબઈમાં 27, એનસીઆરમાં 26 તો વળી ચેન્નાઈમાં 3 પ્રોજેક્ટ્સ બની રહ્યા છે.
81 પ્રોજેક્ટને અપાઈ લીલીઝઁડી
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારના રોજ ભારતીય સ્ટેટ બેંક, એસબીઆઈ કેપિટલ માર્કેટ, એસબીઆઈસીએપીએસ વેંચર લિમિટેડની સાથે સ્વામિહની કાર્ય પ્રગતિને લઈ સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમિયાન એ વાત સામે આવી છે કે, આ 81 પરિયોજનામાંથી 18 યોજનાને અંતિમ મંજૂરી આપી દેવાઈ છે અને તેમાંથી 7 પરિયોજના માટે અનેક સ્તર પર ચુકવણી શરૂ થઈ ગઈ છે. આ તમામ યોજનાઓ દેશના નાના મોટા શહેરોમાં ફેલાયેલી છે. જેમાંથી મુખ્ય રીતે રાજધાની વિસ્તાર, એમએમઆર, બેંગલુરૂ, ચેન્નઈ, પુણે, કરનાલ, પાનીપત, લખનઉ, સૂરત, દેહારદૂન, કોટા, નાગપુર, જયપુર, નાસિક, ચંદીગઢ જેવા શહેરો સામેલ છે.
સરકારે આ માટે કરી ફંડની ફાળવણી
આ સમીક્ષા દરમિયાન એ વાત પણ સામે આવી છે કે, આ યોજના શરૂ થતાં તાલિમબદ્ધ અને તાલિમ વગરના અનેક શ્રમિકોને રોજગાર પણ મળી રહેશે. ત્યારે આ યોજના માટે ફંડની કોઈ કમી નહીં આવે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યુ છે. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજના માટે ફંડ ફાળવી દેવામાં આવ્યુ છે.
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ