પાકિસ્તાનના રાવલપિંડીમાં પાછલા 70 વર્ષથી રહેતા લઘુમતી હિન્દુ અને ખ્રિસ્તી સમુદાયના કેટલાક ઘર સત્તાધિશો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે – રાવલપિંડીના પરા વિસ્તારોમાં આવેલા ઓછામાં ઓછા 5 ઘર સત્તાધિશો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘરને તોડતા પહેલા સત્તાધિશોએ આ પરિવારોના સામાનને બહાર ફેકી દીધો હતો. હિન્દુ પરિવારને મંદિરમાં આશરો લેવો પડ્યો હતો. જ્યારે શિયા અને ખ્રિસ્તી પરિવારોને રહેવા માટે કોઈ આશરો મળ્યો નથી,તેવો અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પીડિતોએ સત્તાધિશોના આદેશ સામે કોર્ટમાંથી સ્ટે મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સત્તાધિશોએ બળજબરીપૂર્વક ઘર તોડી પાડ્યું હતું.
પીડિત હિન્દુ સમુદાય તરફથી જણાવવામાં આવ્યું હતું કે વિસ્તારમાં 100 જેટલા માફિયાઓ છે. તેઓ હેરાન કરતા હતા અને પછી હુમલો કર્યો હતો. તેઓ એટલા પ્રભાવશાળી છે કે તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી.
Also Read
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ