GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ઘરમાં કેટલુ સોનુ પડ્યું છે ચેક કરી લો, મોદી સરકારને આપવી પડશે તમામ જાણકારી

સોનુ

નાણા મંત્રાલય હવે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘરોમા રાખવામાં આવતા સોના માટે એમનેસ્ટી પ્રોગ્રામ પર વિચાર કરી રહી છે. આ પ્રોગ્રામ દ્વારા સરકાર ઇચ્છે છે કે ટેક્સ ચોરી પર લગામ લાગે અને આયાત પર નિર્ભરતા ઓછી થાય. એક બિઝનેસ ન્યૂઝ વેબસાઇટ સાથે સંબંધિત લોકોના હવાલે એક રિપોર્ટ લખવામાં આવ્યો છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાર લોકોને અપીલ કરશે કે તે ગેર-કાયદેસર રીતે રાખેલી પીળી ધાતુ વિશે ટેક્સ વિભાગને જાણકારી આપી. તેના માટે તેમણે લેવી કે પેનલ્ટી આપવી પડશે. જો કે આ પ્રસ્તાવ હજુ શરૂઆતના ચરણમાં છે. સરકાર હજુ પણ સંબંધિત અધિકારીઓ સાથે વિચાર કરી રહી છે.

પીએમ મોદીએ રાજ્યોની સહમતિથી વર્ષ 2015માં ત્રણ પ્લાન વિશે જાણકારી આપી હતી જે ઘરોમાં રાખેલુ આશરે 25000 ટન સોનુ, સંસ્થા દ્વારા ફિઝિકલ ગોલ્ડ રાખવુ અને આયાત ઓછી કરવા વિશે હતુ જેથી રોકાણના વૈકલ્પિક સાધન મળી શકે. જો કે આ પ્લાન પોપ્યુલર ન થઇ શક્યો કારણ કે એક વર્ગ પોતાની પાસે રાખેલુ સોનુ છોડવા માગતો ન હતો. ઘરોમાં રાખેલા સોનાનો એક મોટો હિસ્સો જ્વેલરીના રૂપમાં છે અને વિશેષ અવસરે જ તેને પહેરે છે. જો કે એક બીજો વર્ગ એવો પણ હતો, જેને ડર હતો કે તેને ટેક્સ વિભાગ દ્વારા દંડિત કરવામાં આવશે.

સરકાર પાસે રાખવો પડશે ગોલ્ડનો એક હિસ્સો

એક અહેવાલ અનુસાર અધિકારીઓના હવાલે કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના ગોલ્ડની વિગતો આપશે, તેમને કાયદેસર રીતે રાખેલા પોતાના ગોલ્ડનો એક હિસ્સો સરકાર પાસે થોડા સમય માટે રાખવો પડશે. ગત વર્ષે 30 ઓક્ટોબરે એક અન્ય મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તે દરમિયાન પણ સરકાર આવા પ્રોગ્રામ પર કામ કરી રહી હતી. જો કે તે દરમિયાન ટેક્સ વિભાગે આવા કોઇ પ્રોગ્રામની ખબરો નકારી કાઢી હતી.

આ વર્ષે ગોલ્ડની કિંમતોમાં તેજીનું અનુમાન

જણાવી દઇએ કે આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. વર્તમાન કોરોના વાયરસ મહામારીના કારણે સોનાના ભાવમાં વધુ ઉચકાય તેવી સંભાવના છે. હકીકતમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઇને અનિશ્વિત માહોલમાં રોકાણકાર વિકલ્પને પ્રાથમિકતા આપે છે તાજેતરમાં જ ગોલ્ડમેન સેક્સે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે આવનારા સમયમાં દુનિયાભરની સરકારો આગામી રાહત પેકેજનું એલાન કરવાની છે. તેવામાં બુલિયન માર્કેટમાં તેજી જોવા મળશે. ગોલ્ડમેન સેક્સે ગોલ્ડના 300 ડોલર પ્રતિ ઔંસ ભાવ લગાવ્યો છે.

સોના સિવાયની કિંમતી ધાતુઓમાં વિશ્વ બજારમાં ગાબડાં

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનામાં સુધારો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીમાં કડાકા બોલાઈ ગયા હતા. વિશ્વ બજારમાં ગોલ્ડ સિવાયની અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં ગાબડાં પડયા હતા. ઔદ્યોગિક માગ ઘટવાની ધારણાંએ ઔદ્યોગિક વપરાશની ધાતુઓ જેમ કે ચાંદી, પ્લેટિનમ તથા પેલેડિયમના વૈશ્વિક ભાવ જોરદાર પટકાયા હતા. વિવિધ દેશોના જીડીપી આંકો નબળા આવી રહ્યા હોય વિશ્વમાં આર્થિક મંદીના સંકેત મળતા ક્રુડ તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક કરન્સી બજારમાં ડોલરમાં ખાસ માગ જોવા મળતી નથી પરિણામે ભાવ પણ ટકેલા જોવા મળે છે.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૫૨૮૦૧બંધ રહ્યા હતા તે આજે રૂપિયા ૫૩૧૪૦ થઈ રૂપિયા ૫૩૦૬૪ બંધ રહ્યા હતા.જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊચા બોલાતા હતા. ૯૯.૯૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૫૩૦૧૩વાળા રૂપિયા ૫૩૩૫૪ થઈ રૂપિયા ૫૩૨૭૭ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોનાભાવ રૂપિયા ૬૪૩૦૦વાળા ગબડીને રૂપિયા ૬૧૭૬૦ રહી હતી. જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા ભાવ બોલાતા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદી એક કિલોના ભાવ રૂપિયા ૨૫૦૦ તૂટીને રૂપિયા ૬૨૫૦૦ બંધ રહ્યા હતા. ગોલ્ડ ૩૦૦ રૂપિયા વધી ૯૯.૫૦ દસ ગ્રામના રૂપિયા ૫૪૮૦૦ તથા ૯૯.૯૦ના દસ ગ્રામના રૂપિયા ૫૫૦૦૦ બંધ રહ્યા હતા.

સોનું

વિશ્વ બજારમાં ગોલ્ડ ઔંસ દીઠ ૧૯૫૬ ડોલર પર સ્થિર જોવા મળ્યું હતું જ્યારે ચાંદી ઔસ દીઠ ૨૪.૩૦ ડોલર પરથી તૂટીને મોડી સાંજે ૨૩.૩૭ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ ઔંસ દીઠ ૨૨૫૩ ડોલર પરથી પટકાઈને ૨૦૭૨ ડોલર બોલાતું હતું જ્યારે પ્લેટિનમ ૯૪૩ ડોલર વાળું ૯૧૧ ડોલર બોલાતું હતું. ઔદ્યોગિક માગ ઘટવાના સંકેતે કિંમતી ધાતુમાં ભારે વેચવાલીથી ભાવ ગબડયા છે. ગોલ્ડની તેજીને અટકાવવા ચીન પગલાં લેવા વિચારી રહ્યું હોવાના પણ અહેવાલ હતા.

સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૩ પૈસા વધી ૭૪.૮૪ રૂપિયા બંધ રહ્યો હતો. દેશની આયાત નબળી રહેતા ડોલર માટેની માગ પર અસર રહી છે. અન્ય મુખ્ય ચલણો યુરો ૪ પૈસા વધી ૮૭.૯૬ રૂપિયા જ્યારે પાઉન્ડ વીસ પૈસા વધી ૯૭.૧૬ રૂપિયા રહ્યો હતો.ઔદ્યોગિક માગ નીચી રહેવાની ધારણાંએ ક્રુડ તેલના ભાવ દબાયા હતા. ન્યુયોર્ક ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૪૦.૪૦ ડોલર તથા બ્રેન્ટ ૪૨.૯૫ ડોલર બોલાતું હતું.

Read Also

Related posts

RBIનો હવાનો આપતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, દેશમાં આર્થિક મોરચે હજૂ પણ ખરાબ સમય આવી શકે છે !

Pravin Makwana

યુપી સરકારે કોરોના વાયરસને અટકાવવા લીધો મોટો નિર્ણય, દર્દીઓની સારવારમાં અપાશે આ દવા

Karan

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની રડારમાં આવ્યું આઈટી સેલ, આ વાત પર ધ્યાન આપવા કરી ટકોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!