GSTV
Gujarat Government Advertisement

શાનદાર સવારી તેજસ હમારી : અમદાવાદ-મુંબઈ વચ્ચેની તેજસ એક્સપ્રેસ ટ્રેનનું આવતીકાલ ઉદ્ધાટન થાય તે પહેલાં જ હાઉસફુલ

Last Updated on January 16, 2020 by Mayur

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસનું આવતી કાલે ઉદ્ધાટન થવાનું છે. 19મી જાન્યુઆરીથી તેજસ રેગ્યુલર શરૂ થશે. ટ્રેન શરૂ થાય તે પહેલા ટ્રેન હાઉસફુલ થઈ ગઈ છે. ટ્રેનમાં પેસેન્જરોને ચા-કોફીની સાથે નાસ્તો અને ભોજન અપાશે જેમાં ગુજરાતી-મહારાષ્ટ્રીયન સ્વાદ માણી શકશે. તેજસના કારણે રેલવે 32 ટ્રેનોના સમયમાં પાંચથી 10 મિનિટનો ફેરફાર કરશે.

ટ્રેનમાં 56 સીટની ક્ષમતાવાળા બે એક્ઝિક્યુટિવ ચેરકાર છે. ટ્રેનમાં 736 પેસેન્જરો મુસાફરી કરી શકશે. ટ્રેનમાં હોસ્ટેસના યુનિફોર્મ લખનઉ – નવી દિલ્હી તેજસની હોસ્ટેસ કરતા અલગ હશે. યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે. ટ્રેનમાં વૃદ્ધ અને નાના બાળકોને ઠંડી ન લાગે તે માટે ચાદર આપવામાં આવશે.

ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ કોચની તમામ સીટી પક ટીવી સ્ક્રિન લગાવવામાં આવી છે. પ્રતિકલાક 160 કિલોમીટરની ઝડપે દોડતી તેજસમાં ઓનબોર્ડ શોપિંગ અને મુસાફરો માટે વીમાની પણ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેનમાં વાઇફાઇ, સીસીટીવી, ફાયર અને ડસ્ટબિનની સુવિધા પુરી પાડવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!