GSTV
Home » News » અહીં ગરમીનો પારો એટલો ઉંચો જાય છે કે સાંભળતા જ પરસેવો છુટી જશે, 50 ડિગ્રી તાપમાન તો છે સામાન્ય બાબત

અહીં ગરમીનો પારો એટલો ઉંચો જાય છે કે સાંભળતા જ પરસેવો છુટી જશે, 50 ડિગ્રી તાપમાન તો છે સામાન્ય બાબત

અત્યારના સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં વેધરને જાણવું સરળ બની ગયું છે. સતત વધી રહેલી ગરમીને જોતા લોકો હવે તાપમાન જોઇને પોતાનું દિનચર્યા સેટ કરે એ દિવસો પણ દૂર નથી. વધતી જતી ગરમીની અસર હેઠળ બપોરના ગાળામાં રોડ રસ્તાઓ સુના થઇ જાય છે. જો કે આપણે જેને રેકોર્ડ તોડ ગરમી કહીએ છીએ તે દુનિયાના આ સ્થળો માટે જરા પણ નવાઇ નથી. 

ઇથોપિયા દનાકિલ રણનું સરેરાશ વાર્ષિક તાપમાન ૪૮ થી ૫૦ ડિગ્રી રહે છે 

આફ્રિકા ખંડના ઇથોપિયાના દનાકિલ રણમાં આખું વર્ષ સરેરાશ તાપમાન ૪૮ થી ૫૦ ની વચ્ચે રહે છે.દુનિયામાં ગરમી અને ઠંડીની વિસમ આબોહવા ધરાવતા અનેક સ્થળો છે પરંતુ દનાકિલમાં બારે મહિના અને ૨૪ કલાક તાપમાન ૪૮ ડિગ્રી આસપાસ રહે છે.આ વિસમ આબોહવા વચ્ચે જીવવુંએ સાક્ષાત મોતને આમંત્રણ આપવા જેવું છે. અહીંના ગરમ તળાવોના પાણીમાંથી સતત વરાળો નિકળતી રહે છે. સલ્ફરની ભરપુર માત્રા ધરાવતા આ રણમાં આવેલા તળાવો ફાટી જાય ત્યારે તેના પર વિશિષ્ટ પ્રકારની પોપડી જમા થાય છે. દનાકિલના રણમાં જવાળામુખીઓ પણ ફાટતા રહે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે અહીના જવાળામુખી જોવા તથા વિશિષ્ટ તાપમાનનો અનુભવ કરવા માટે હજારો સાહસિક પ્રવાસીઓ આવે છે.

કેલિફોર્નિયાની આ ડેથવેલીમાં પાણીના એક ટીંપા માટે તરસવું પડે છે 

ડેથવેલી તેના નામ મુજબ જ મુત્યુની ખીણ જેવું સ્થળ પૂર્વ કેલિફોર્નિયામાં આવેલું છે. અહીં અનેક સ્થળોએ લોકો ગરમીના કારણે સ્થળાંતર કરીને કાયમને માટે જતા રહયા છે. આથી આ સ્થળ ભુતિયા ઘરો હોય તેવું પણ ભાસે છે. ડેથવેલીનું તાપમાન ૫૦ ડિગ્રી આસપાસ રહે છે. દુનિયામાં અતિ આધુનિક થર્મોમિટરથી માપવામાં આવ્યું હોય એવું આ પહેલું સ્થળ છે. અત્યાર સુધી હાઇએસ્ટ તાપમાન ૫૬.૭ ડિગ્રી નોંધાયેલું છે.ડેથવેલીમાં પાણીનું ટીંપા માટે પણ તરસવું પડે છે. જેમ હાઇવે પર અકસ્માત ઝોન હોય એમ અનેક સ્થળોએ ગરમીથી સાવધાન એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

લીબિયાના ધદાસમ અને અજીજીઆ  દુનિયાના ગરમ સ્થળોમાં ગણાય છે 

લીબિયામાં આવેલું ઘદામસ સ્થળે રણની કાંધી પર ખજુરીના વૃક્ષો જોઇ રોકાવાનું મન થાય પરંતુ તેનું ૫૦ ડિગ્રી આસપાસનું તાપમાન સાંભળીને ભલભલા ડરી જાય છે. આ વિસ્તારે કયારેય શિયાળાનો અનુભવ કર્યો નથી. જો કે આ વિસ્તારમાં ૨૦૦૦ થી પણ વધારે પરીવારો ગરમીનો સામનો કરીને જીવે છે. તેમણે કુદરત સામે જિંદગીનો જંગ લડતા શીખી લીધું છે. લોકો ગરમી ઓછી લાગે તે માટે માટીના બનાવેલા ઘરમાં રહે છે. લીબિયાના અજીજીઆ શહેરની પણ દુનિયાના ગરમ શહેરમાં ગણતરી થાય છે.

ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડનું તાપમાન નાસાએ ૬૯.૩ ડિગ્રી નોંધ્યું હતું.

દુનિયાના સૌથી સૂકા વિસ્તારમાં આ સ્થળનું નામ આવે છે. આ એટલો સૂકો વિસ્તાર છે કે ૨૦૦૩માં દુષ્કાળ પડયો ત્યારે નાસાના એકવા સેટેલાઇટે આ સ્થળનું તાપમાન ૬૯.૩ ડિગ્રી હોવાનું માપ્યું હતું. પાણી માટે તરસતા આ વિસ્તારમાં વરસાદ નહિંવત પડે છે. કવીન્સલેન્ડ વિસ્તારનો એક ભાગ લીલોતરીવાળો અને હર્યો ભર્યો છે. એક જ વિસ્તારમાં જોવા લીલી સૂકી ભાગ્યે જ બીજે જોવા મળે છે.

ટયુનિશિયાનું કેબિલી અને સુડાનનું હાઇફાવાદી 

કેબિલીએ આફ્રિકી દેશ ટયુનેશિયાનો રણ વિસ્તાર છે. આ રણ વિસ્તારની બાજુમાં વસેલા શહેરનું નામ પણ કેબિલી છે. આ શહેર રેગિસ્તાનની ગરમ લૂ અને તડકાથી આખું વર્ષ શેકાતું રહે છે. આ કેબિલીનું તાપમાન ૫૫ ડીગ્રી સુધી પણ નોંધાયેલું છે. ૫૦ ડિગ્રી સુધી તાપમાનનું જવુંએ નવાઇ ગણાતી નથી. હાઇફાવાદી જેને જોયું હોય એને તો તેનું  નામ લેવાની સાથે જ પરસેવો છુટી જાય છે. મે થી સપ્ટેમ્બર માસ સુધી સુડાનનું આ રણ આગ ઓકે છે.

ચીનની તુરપન ખીણ  ડેથવેલીની યાદ અપાવે તેવું ગરમ સ્થળ 

આ સ્થળ એ અમેરિકાની ડેથવેલીની યાદ અપાવે તેવું છે. ૨૦૦૮માં તુરપનનું તાપમાન ૬૬.૮  ડિગ્રી રેકોર્ડ થયું હતું. તુરપનએ રેગિસ્તાન નહી પરંતુ પહાડી વિસ્તાર છે. લાલ રંગના પથ્થરોવાળો આ પહાડી વિસ્તાર અંગારા જેવો ગરમ બની જાય છે. તુરપનઘાટીએ પહેલાના જમાનાના શિલ્કરુટનો જ એક ભાગ ગણાતી આથી અહીં ઘણી પ્રાચિન ગુફાઓ પણ આવેલી છે.

રેતીની ડમરીઓની વચ્ચે વસેલું શહેર ટિંબકટુ 

સહારાના રણની નજીકના આ સ્થળે ભયંકર ગરમી પડે છે. આ સ્થળ નાઇજર નદીની પાસે વસેલું છે. શહેરની ગલીઓ અને રસ્તા પર સહારા રણની રેતીઓની ડમરીઓ ઉડતી નજરે પડે છે.આ શહેરમાં હાઇએસ્ટ તાપમાન ૫૪.૫ ડિગ્રી નોંધાયેલું છે. આ  પ્રાચિન શહેર એક સમયે હર્યુ ભર્યુ રહેતું હતુ પરંતુ ૭૦ના દાયકામાં પડેલા દુષ્કાળે તેને કંગાળ બનાવી દિધું હતું . ૪૦ હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં બારેમાસ વાતી લૂ અને ગરમી જીવન જીવવું મુશ્કેલ બનાવી દે છે.

Read Also

Related posts

ન્હાતી વખતે પાણીમાં ઉમેરી દો આ એક વસ્તુ, છૂમંતર થઇ જશે બધો થાક

Bansari

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!