GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગરબાના ખેલૈયાઓ માટે વધુ એક સારા સમાચાર, નવરાત્રિમાં 12 વાગ્યા પછી પણ હોટેલ  રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે

કોરોનાકાળના લાંબા સમયબાદ આ વર્ષે ગુજરાતીઓ આતુરતાથી નવરાત્રિની રાહ જોઇ રહ્યા છે. તે સંજોગોંમાં ખેલૈયાઓ અને હોટેલ રેસ્ટોરા માટે સારા સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે, નવરાત્રિમાં રાતે 12 વાગ્યા પછી પણ હોટેલ રેસ્ટોરાઓ કુલ્લા રાખી શકાશે. 

આ વર્ષે નવરાત્રિમાં શેરી ગરબાની પાર્ટી પ્લોટના ગરબા  અને ક્લબ હાઉસના તમામ પ્રકારના ગરબાઓનું આયોજન કરવાની છૂટછાટ  મળી છે. ખેલૈયાઓ 12 વાગ્યા સુદી ગરબા  રમી શકશે. એટલું જ નહીં ગરબા રમ્યા પછી મોડી રાત સુધી હોટેલ રેસ્ટોરા પણ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

ગરબાની મોજ માણ્યા બાદ ખેલૈયાઓ હોટેલ રેસ્ટોરામાં જઇને જ્યાફ્ત માણી શકશે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો ગરબા માણી ખાઇ પીને શાંતિથી ઘરે જાય એવા આશયથી 12 વાગ્યા પછી પણ હોટેલ રેસ્ટોરાઓ ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે એમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 

રાજ્ય સરકાર પોતે પણ સાત જિલ્લાના 11 સ્થળે શેરી ગરબા ઉજવવાનું આયોજન કરી રહી છે. આ વખતે નવરાત્રિ ઉજવવા માટે ખેલૈયાઓએ પણ ખૂબ તૈયારીઓ કરી છે. ગરબાના ક્લાસમાં પણ પૂર જોશમાં ખેલૈયાઓ તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સરકાર અંબાજી, બહુચરાજી, પાવાગઢ, સહિત નવ શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ વાાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કર્યું છે. 

ગયા વર્ષે લોકોએ માત્ર સોસાયટીઓમાં જ ગરબા કર્યા હતાં. પણ આ વખતે પાર્ટી પ્લોટો અને ક્લબોમાં પણ ગરબાઓ યોજવાની મંજૂરી મળી હોવાથી ખેલૈયાઓમાંઉત્સાહનો માહોલ છે. નવરાત્રિનું પર્વ 26 સપ્ટેમ્બરે શરૂ થશે અને પાંચ ઓક્ટોબર સુધી ઉજવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે! રાજ્યને આપશે કરોડો રૂપિયાની ભેટ, માં અંબાના પણ કરશે દર્શન! જાણો સમગ્ર શિડ્યુલ

pratikshah

અંદરની વાતઃ ભૂદેવની કમિટેડ વોટબેન્ક જાળવવાનો પડકાર ભાજપ આ રીતે પાર પાડશે

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah
GSTV