GSTV
Home » News » OYO દ્વારા હોટેલ બુક કરી છે તો ચેતજો!અમદાવાદનાં હોટેલ માલીકોએ OYO સામે બાંયો ચઢાવી

OYO દ્વારા હોટેલ બુક કરી છે તો ચેતજો!અમદાવાદનાં હોટેલ માલીકોએ OYO સામે બાંયો ચઢાવી

OYO ઓનલાઈન હોટલ બુકીંગનો વિવાદ અત્યારે દેશભરમાં વકર્યો છે. ત્યારે અમદાવાદના હોટલ માલીકોએ પણ હવે OYO સામે બાંયો ચઢાવી છે. સરખેજની એક હોટલમાં અમદાદવાદના 80 કરતા વધુ હોટલ માલીકો એકઠા થયા હતા. અને OYOને ગુજરાતમાંથી હટાવવાની તેમજ બાકી નીકળતા પૈસા કઇ રીતે પરત લઇ શકાય તે માટેની રણનીતિ તૈયાર કરી.

જો તમે OYO દ્વારા હોટલ બૂક કરીને હોટલમાં જતા હોવ તો ચેતી જજો. કેમ કે હવે અમદાવાદ અને ગુજરાતના હોટલ માલીકો OYO સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યા છે. આ મુદ્દે રણનીતિ ઘડવા સરખેજમાં શહેરના 80 જેટલા હોટલમાલિકોની બેઠક મળી. OYO દ્વારા હોટલમાલિકોને સમયસર પેમેન્ટ ચૂકવાતું નથી. એટલું જ નહિં છૂપા ચાર્જ લગાવી તેમની પાસેથી લૂંટ ચલાવાતી હોવાથી હોટલમાલિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

OYOએ અમદાવાદની 350 કરતા વધુ હોટલો સાથે ટાઈઅપ કર્યું છે. શરૂઆતમાં OYO અને હોટલ માલીકો વચ્ચે બધું બરાબર ચાલ્યુ. પણ OYOના ગ્રાહકો વધવા લાગતા તેમણે હોટલ પર અવનવા હીડન ચાર્જ લગાવવાનું શરુ કર્યું. તે એટલી હદ સુધી કે ઘણી વખત હોટલમાલિકોએ જે ગ્રાહકના પૈસા OYO પાસેથી લેવાના થાય તેનાથી ક્યાંય વધુ પૈસા ચૂકવવાનો વારો આવતો.

અમદાવાદના હોટલ માલિકોએ બેઠક યોજી રણનીતિ તૈયાર કરી છે. પરંતુ જો આગામી સમયમાં OYOની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હોટલ માલીકોએ OYOના માલિક વિરુધ્ધ ફરિયાદ કરવાની તેમજ ગુજરાતમાંથી OYOની સુવિધા બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar

દેશના પ્રખ્યાત કવિ માણિક વર્માનું નિધન, અંતિમ સમયમાં પણ ન છોડ્યો કવિતાનો સાથ

Kaushik Bavishi

શેરબજારમાં આવેલા કડાકાથી ઈન્વેસ્ટરોનાં કરોડો રૂપિયાનું થયું ધોવાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!