GSTV

મોટેરા આસપાસની હોટલ સંચાલકોએ સવાર સાંજ પોલીસ સ્ટેશનને ખાવા પડશે ધક્કા

પહેલા કેમ છો અને હવે નમસ્તે ટ્રમ્પના બેનર જોવા મળી રહ્યા છે. તો જેમ જેમ 24 તારીખ નજીક આવી રહી છે. મોટેરા સ્ટેડિયમની આસપાસના લોકો પર પણ એક પછી એક સુચનાઓનો મારો ચાલુ થયો છે. તો હોટેલ સંચાલકોએ સવાર સાંજ પોલીસ સ્ટેશનને ધક્કા ખાવાના શરૂ થયા છે. ટ્રમ્પ આવી રહ્યા છે. તેને લઇને મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારના દરેકે પોતાના આઇડી કાર્ડ સાથે રાખવાની સૂચના પણ આપી દેવાઇ છે.

ટ્રમ્પ આવી રહ્યા છે એટલે આઇડી કાર્ડ સાથે રાખવાની સૂચના અપાઇ છે કારણકે સુરક્ષાના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓ ગમે ત્યારે ઓળખપત્ર માંગી શકે છે. હાલમાં મોટેરા સ્ટેડિયમ, ચાંદખેડા, સરદારનગર, કોતરપુર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમના પાંચ થી 10 કિલોમીટર આસપાસના વિસ્તારની હોટલોનું પણ એસઓજી ક્રાઇમ તથા સ્થાનિક પોલીસ દ્વારા દિવસમાં પાંચ વખત ચેકીંગ હાથ ધરાશે.આ સહીત હોટલ માલિકોને સૂચના પણ અપાઈ છે કે હોટલના ગેસ્ટનું લિસ્ટ રોજ સવારે અને સાંજે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હોટલ સ્ટાફે જમા કરાવવાનું રહેશે.

નમસ્તે ટ્રમ્પ” નામના પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે.

આ સાથે અજાણી વ્યક્તિને હોટલમાં રૂમ આપવો નહીં અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ દેખાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવાની મૌખિક સૂચના અપાઈ છે. ટ્રમ્પના આગમનને લિને સુરક્ષાથી લઈને સ્વાગત સુધીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધી “કેમ છો ટ્રમ્પ” નામના પોસ્ટરો શહેરમાં લાગેલા હતા. હવે “નમસ્તે ટ્રમ્પ” નામના પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે.

READ ALSO

Related posts

માલિકે નોકરીમાંથી કાઢી મુકી! સુરતની ગર્ભવતી મહિલા 1,066 કિમી ચાલીને ઘરે પહોંચી, જાણો રસ્તામાં શુ શું બન્યું

Arohi

કોરોનાના સંભવિત ખતરાથી બચવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, વાયરસ સામે આપશે રક્ષણ

Ankita Trada

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 વ્યક્તિમાં કોરોનાના લક્ષણો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!