Last Updated on March 9, 2021 by Pritesh Mehta
જો સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે આખરે અમદાવાદ મહાપાલિકા હરકતમાં આવ્યુ છે.

કોર્પોરેશને સોલિડ વેસ્ટ વિભાગને મૌખીક સૂચના આપી છે કે, સાંજના સમયે હોટલ-રેસ્ટોરામાં જ્યાં વધુ ભીડ એકત્ર થતી હોય ત્યાં દંડની કાર્યવાહી અથવા સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદમાં રાત્રીના 12 વાગ્યાથી રાત્રી કર્ફ્યૂ લાગુ છે. તેમ છતાં શહેરમાં ખાણી-પીણીના એકમો પર સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

ખાણી –પીણીના એકમ પર સોશિયલ ડિસ્ટંસનો ભંગ પણ થઈ રહ્યો છે. જેથી શહેરમાં ફરીવાર કોરોનાના કેસ વધવાનો ભય તંત્રને સતાવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના કારણે અમદાવાદ શહેરના 8 વોર્ડમાં સાંજે 7 વાગ્યા બાદ હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાવાશે.

લો ગાર્ડન બજાર પર પહોંચેલા અધિકારીઓએ કહ્યું કે આ ડ્રાઈવ એક અઠવાડિયા સુધી ચાલશે,,આગામી સુચના ન મળે ત્યાં સુધી સાંજના સમયે ચેકિંગ હાથ ધરાશે..આ અંગે કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના અન્ય ખાણી-પીણીની બજારોના વેપારીઓને પણ સુચના આપવામાં આવી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ
- મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક
- Oral Symptoms of Covid/ માત્ર સ્વાદ જ નહિ, મોઢામાં દેખાવા વાળા આ પાંચ લક્ષણ હોઈ શકે છે કોરોનાના સંકેત
- તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ
- મોટી ઘટના/ કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, સપ્લાય બંધ રહેતા 22 લોકોના મોત
