GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

2022માં 12 દિવસ સુધી અંતરિક્ષમાં રોકોવાનો ખર્ચ 61.6 કરોડ રૂપિયા

અત્યાર સુધી આપે પહાડથી માંડીને જેલ અને જંગલથી માંડીને અંડર વોટર રેસ્ટોરન્ટની વાતો સાંભળી હશે. પરંતુ જો તમે અવકાશમાં આરામ અને બત્રીસ પકવાન ખાવાના સ્વપ્ન જોયા હશે તો તે પણ પૂર્ણ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ છે. આ પ્રકારની તૈયારી કરી છે અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પેન કંપની. જેણે અંતરિક્ષમાં પહેલુ લક્ઝરી હોટલ બનાવવાનું સ્વપ્ન જોયુ છે.

અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પૈન કંપની અંતરિક્ષમાં પહેલી હોટલ બનાવાની તૈયારીમાં છે. કૈલિફોર્નિયામાં સ્પેસ 2.0 સમિટના કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી. આ હોટલનું નામ અરોરા સ્ટેશન હશે.  આ હોટલની ખાસ વાત પર નજર કરીએ તો.

અંતરિક્ષમાં બનનારી હોટલ વિશ્વની સૌથી મોંઘી હોટલ હશે. જેમાં 12 દિવસ સુધી રોકાવવા માટે અંતરિક્ષ પર્યટકોએ લગભગ 61.6 કરોડનો ખર્ચ કરવો પડશે. આટલી મોંઘી આ હોટલ તેના મુલાકાતીઓ માટે અત્યંત સુવિધાજનક હશે. આ હોટલ વર્ષ 2022માં તૈયાર થઈ જશે.

પણ આ હોટેલમાં પ્રવેશ મેળવવો એટલો આસાન નહીં હોય. અહીં 1 મહિનાનો ઓનલાઈન કોર્સ કરવો પડશે, છ મહિનાની ટ્રેનિંગ લેવી પડશે. ત્યારબાદ જ અવકાશની હોટેલમાં સફર કરી શકશો.

આ હોટલની મુલાકાત લેનારાઓ 24 કલાક જીરો ગ્રેવિટીની મજા માણી શકશે. તો સાથે જ હાઈસ્પીડ વાયરલેસ દ્વારા ઘરે પોતાના પરિવારજનો સાથે સંપર્ક પણ કરી શકશે. આ સિવાય અંતરિક્ષમાં ભોજન ઉગાડવા સહિતના પ્રયોગોમાં પણ સામેલ થઈ શકશે.

 

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!