GSTV
Home » News » ગરમ ચા પીવાના શોખિન ચેતજો! 90 ટકા સુધી વધી જાય છે કેન્સરનો ખતરો

ગરમ ચા પીવાના શોખિન ચેતજો! 90 ટકા સુધી વધી જાય છે કેન્સરનો ખતરો

hot tea

ચાના શોખિનોને આ ખબર ખરાબ લાગી શકે છે પરંતુ એક રિસેન્ટ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે ક ચા પીવાથી ઈસાફેગસનું કેન્સર થવાનો ખતરો વધી શકે છે.

સ્ટડીમાં જણાવ્યા અનુસાર જે લોકો રોજ 75 ડિગ્રી સેલ્સિયસ પર ચા પીવે છે તેમાં આ ખતરો ડબલ થઈ જાય છે.  

કપમાં ચા ગળ્યા બાદ તેને તરત જ પીવાનું શરૂ ન કરી દેવું જોઈએ તેને 4 મિનિટ સુઘી મુકી રાખ્યા બાદ પીવી જોઈએ તો કેન્સરનો ખતરો ઓછો થઈ શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટીના લીડ ઓથર ફરહદ ઈસ્લામીએ જણાવ્યા અનુસાર, ધણા લોકો ચા, કોફી અથવા તો બીજી ડ્રિંક ગરમા ગરમ પીવાના શોખિન હોય છે. જોકે સ્ટડીની રિપોર્ટ અનુસાર ખૂબ ગરમ ચા પીવાના કારણે ઈસાફેજિયલનુ કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે.

સ્ટડીમાં 50,045 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમની ઉંમર 40થી 75 વર્ષની હતી. તેમાં પરિણામ એ આવ્યું કે રોજ 700 એમએલ ગરમ ચા પીવામાં આવે તો ઈસાફેજિયલનાં કેન્સરનો ખતરો 90 ટકા વધી જાય છે.  

Read Also

Related posts

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

ફેરા ફરતા પહેલા વરરાજો ઓનલાઈન થયો, વોટ્સએપ ખોલ્યું તો કન્યાનાં નગ્ન ફોટા ગૃપમાં ફરતા હતા

Alpesh karena