GSTV
Gujarat Government Advertisement

ભયંકર ગરમીથી દેશવાસીઓને નહીં મળે રાહત, 4 જૂન સુધી સતત વધશે પ્રકોપ

ગરમી

Last Updated on May 30, 2019 by Alap Ramani

ઉત્તર ભારતમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે આ ગરમીમાંથી દેશવાસીઓને રાહત મળવાના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચાર જૂન સુધી દેશભરમાં ગરમીનો પ્રકોપ સતત વધશે. બુંદેલખંડ, વિદર્ભ, પશ્વિમ રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પ્રચંડ ગરમી પડશે. 

બુધવારે વિદર્ભના ચંદ્રપુરમાં 48 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ. જ્યારે આગામી દિવસોમાં પશ્વિમી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારમાં ગરમી સાથે લૂનો પ્રકોપ  વધશે.. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ ગરમ પવનનું જોર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નિકળવાની સૂચના આપવામાં આવી છે.

મે મહિનાનો અંત છે અને જાણે આકાશમાંથી અગન ગોળા વરસવાનો આજ  અવિરત સમય હોય તેવી સ્થિતી છે કારણકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમીએ લોકોની ચામડીને દઝાડી છે. ત્યારે ગરમીના કારણે રાજકોટમાં વધુ એક એક વૃદ્ધનું મોત થયુ છે. જ્યારે રાજકોટમાં બે દિવસમાં ૨૦૦થી વધારે ઝાડા-ઉલટીના કેસ નોંધવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાં પણ આગઝરતી ગરમીનો પ્રકોપ

સમગ્ર દેશમાં મોટાભાગના રાજ્યોમાં ભીષણ અને આગઝરતી ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે કાળઝાળ ગરમીમાંથી દેશવાસીઓને તાત્કાલિક રાહત મળે તેવા કોઇ એંધાણ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મે મહિનાના આખરી દિવસોમાં પણ અનેક સ્થળોએ ગરમીનો પારો 45 થી 48 ડિગ્રી વચ્ચે યથાવત રહેશે.

મંગળવારે મહારાષ્ટ્રનું ચંદ્રપુર 47.8 ડિગ્રી તાપમાન સાથે ફક્ત ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે કે નાગપુર 47.5 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. બીજી તરફ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભયંકર ગરમીને કારણે અત્યાર સુધી કુલ 54 લોકોના મોત થઇ ચૂક્યા છે.

દેશના 23 શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા જનજીવન જાણે કે અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. બીજી તરફ દેશના 125 જેટલા સ્થળો એવા છે કે જ્યાં 40 થી 45 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગ મુજબ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પારો ઉંચકાઇ શકે છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં લૂનો પ્રકોપ રહેશે. તો ગુજરાતમાં પણ ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!