GSTV
Home » News » તમિલનાડુનો ગઢ સર કરવા ભાજપે સાઉથની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસને પાર્ટીમાં લીધી, જીતવાની 100 ટકા ગેરન્ટી

તમિલનાડુનો ગઢ સર કરવા ભાજપે સાઉથની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસને પાર્ટીમાં લીધી, જીતવાની 100 ટકા ગેરન્ટી

ભારતીય જનતા પાર્ટીએ મિશન સાઉથને સર કરવા માટે તમિલનાડુમાં અત્યારથી જ ગતિવિધિઓને તેજ કરવાની કવાયત આદરી દીધી છે. આ સાથે જ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં તમિલ ફિલ્મોની મશહૂર અભિનેત્રી એવી નમિતાને બીજેપીનો ખેસ ધારણ કરાવ્યો છે.

શનિવારે તમિલનાડુની એક દિવસીય મુલાકાતે ગયેલા નડ્ડાએ અભિનેત્રી નમિતાને પાર્ટીની સદસ્ય બનાવી હતી. આ સમયે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિનેત્રી નમિતાની જો વાત કરવામાં આવેે તો તેણે બિલ્લા, ઈંગ્લિશકરન, જગન મોહીની જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2001માં મિસ સૂરતનો ખિતાબ તેણે મેળવ્યો હતો.

નમિતા વર્ષ 2001માં મિસ ઈન્ડિયામાં રનર્સઅપ રહી હતી. નમિતાની સાઉથમાં ઘણી ફેન ફોલોઈંગ છે. તેની ફિલ્મો જોવા માટે રીતસરની ભીડ ઉમટે છે. અને આ જ કારણ છે કે ભાજપે તેને પોતાની પાર્ટીમાં લીધી છે. જેથી સાઉથના મોટાભાગના વોટ ભાજપના ખાતમાં આવી જાય.

ચૈન્નઈમાં થયેલી બેઠમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, તમિલનાડુનું ભાગ્ય બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં પાર્ટી મજબૂત થશે. જ્યારે જેપી નડ્ડા સંબોધન કરી રહ્યા હતા ત્યારે આ બેઠકમાં નમિતા પણ હાજર રહી હતી અને તેણે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!