GSTV
Gandhinagar India News ગુજરાત ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો: પૈસા કમાવાનું મશીન બની ગઈ છે હોસ્પિટલો, આવી હોસ્પિટલોને ત્તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ હતું કે, હોસ્પિટલો મોટા ઉદ્યોગ બની ગઈ છે. અને આ બાધુ માનવજીવનને સંકટમાં નાખીને થઈ રહ્યુ છે. પ્રાઈવેટ હોસ્પિટલોને નાના ભવનમાં ચલાવવાની મંજૂરી આપવાની જગ્યાએ રાજ્ય સરકાર સારામાં સારી હોસ્પિટલનું નિર્માણ કરી શકે છે.

આવી હોસ્પિટલોને બંધ કરી દેવી જોઈએ

જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે કહ્યુ હતું કે, હોસ્પિટલો મોટા ઉદ્યોગ બની ગઈ છે. આપણે તેને જીવનની કિંમત પર સમૃદ્ધ થવા ન દઈ શકીએ. સારુ રહેશે કે, આવી હોસ્પિટલોને બંધ કરી દો. આ મામલે ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી નાખ્યા છે.

ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટે ફરી એક વખત ગુજરાત સરકારને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. સુપ્રીમે ગુજરાત સરકારે હોસ્પિટલોને ફાયર સેફ્ટી મુદ્દે જૂન-2022 સુધીનો સમય આપવા મુદ્દે જાહેર કરેલા નોટિફિકેશન પર નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમે વેધક સવાલ કર્યો કે ગુજરાત સરકાર કોર્ટના આદેશની અવમાનના કેવી રીતે કરી શકે. સુપ્રીમે આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે રાજ્ય સરકાર હોસ્પિટલોને બચાવવા માંગે છે એવી છાપ ઉભી ન કરે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો રીતસર ઉધડો લીધો

ગુજરાતમાં કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ, રાજકોટ અને ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે… તેમ છતાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નામે હજુ પણ લાલિયાવાડી ચાલી રહી છે. ત્યારે આ મામલે હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો રીતસર ઉધડો લીધો છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનો રિપોર્ટ સીલબંધ

ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં લાગેલી આગ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી. જે દરમ્યાન સુપ્રીમે ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને ફાયર સેફ્ટી મુદ્દે જૂન-2022 સુધીનો સમય આપવા મુદ્દે જાહેર કરેલા નોટિફિકેશન પર નારાજગી વ્યક્ત કરી. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે જણાવ્યું કે જ્યારે એક વખત કોર્ટ કોઇ આદેશ આપે છે તો તેને રાજ્ય સરકાર નોટિફિકેશન વડે બદલી શકતી નથી.સરકારે મુદ્દત આપી એટલે હવે હોસ્પિટલ વર્ષ 2022 સુધી તેનું પાલન નહીં કરે. આથી ત્યાં સુધી લોકો મરતા રહેશે અને આગમાં સળગતા રહેશે.

ગુજરાત સરકારે આપેલો આદેશ એ અવમાનનાનો વિષય

ગુજરાતની 40 હોસ્પિટલોને આ મામલે જવાબદાર ઠેરવવામાં આવી છે. આ હોસ્પિટલોએ હાઇકોર્ટમા અપીલ કરી. પરંતુ સરકારે આ હોસ્પિટલો પર કાર્યવાહી ન કરવાની દલીલ કરી. અમને લાગે છે કે આ પ્રકારનો આદેશ એ અવમાનનાનો વિષય છે. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે સરકાર હોસ્પિટલ સામે પગલાં ન લેવાના આદેશ કેમ આપી શકે.

આ હોસ્પિટલોએ હાઇકોર્ટમા અપીલ કરી. પરંતુ સરકારે આ હોસ્પિટલો પર કાર્યવાહી ન કરવાની દલીલ કરી. અમને લાગે છે કે આ પ્રકારનો આદેશ એ અવમાનનાનો વિષય છે… ખંડપીઠે રાજકોટ હોસ્પિટલના અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે આ કોઇ દેશની પરમાણુ સુરક્ષાનો મામલો નથી કે આટલી બધી ગુપ્તતા જાળવવામાં આવે છે.

  • સુપ્રીમની ગુજરાત સરકારને ફટકાર
  • હોસ્પિટલોને ફાયર સેફ્ટી મુદ્દે જૂન-૨૦૨૨ સુધીનો સમય આપવા મુદ્દે કાઢી ઝાટકણી
  • જ્યારે કોર્ટ આદેશ આપે છે તો સરકાર નોટિફિકેશન વડે બદલી શકતી નથી
  • ગુજરાત સરકારે મુદ્દત આપી એટલે હોસ્પિટલો વર્ષ ૨૦૨૨ સુધી પાલન નહીં કરે
  • ફાયર સેફ્ટી નહીં હોય ત્યાં સુધી લોકો મરતા રહેશે અને આગમાં સળગતા રહેશે
  • ગુજરાતની ૪૦ જેટલી હોસ્પિટલોને જવાબદાર ઠેરવવામાં આવી
  • હોસ્પિટલોએ હાઇકોર્ટમાં અપીલ કરી પરંતુ સરકારે હોસ્પિટલો સામે કાર્યવાહી ન કરવાની દલીલ કરી
  • ગુજરાત સરકારે આપેલો આદેશ એ અવમાનનાનો વિષય
  • રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનો રિપોર્ટ સીલબંધ
  • સરકારે પરમાણુ સુરક્ષાના ગુપ્ત રિપોર્ટની જેમ શા માટે સોંપ્યો રિપોર્ટ : સુપ્રીમ
  • હોસ્પિટલ એ હવે સેવાની જગ્યા નથી રહી
  • હોસ્પિટલ એ લોકોની તકલીફમાંથી કમાણી કરવાનો મોટો ઉદ્યોગ બની ગયો છે
  • આપણે જિંદગીની કિંમત પર હોસ્પિટલોને સમૃદ્ધ ન કરી શકીએ
  • બેદરકારી દાખવનારી હોસ્પિટલો બંધ જ થવી જોઇએ
  • રાજ્ય સરકાર હોસ્પિટલોને બચાવવા માંગે છે એવી છાપ ઉભી ન કરે
  • રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગથી દર્દીના મૃત્યુનો મામલો
  • સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી
  • ગુજરાત સરકાર એવી છબી ન બનાવે કે તે હોસ્પિટલોને બચાવી રહી છે: SC
  • તમામ હોસ્પિટલોના ફાયર ઓડિટનો રિપોર્ટ 2 સપ્તાહમાં આપો: SC
FIRE NOC

ગુજરાતમાં ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો હાઇકોર્ટ પહોંચી હતી ત્યારે રાજ્ય સરકારે કહ્યું હાલ હોસ્પિટલો સામે કાર્યવાહી નહીં થાય, સરકાર કોર્ટના આદેશની અવમાનના કેવી રીતે કરી શકે, ગુજરાત સરકાર કેવી રીતે કહીં શકે કે હોસ્પિટલ સામે કાર્યવાહી નહી થાય: જસ્ટિસ શાહ

  • રાજ્ય સરકાર વતી વકીલ મનિષા લવકુમારનો જવાબ
  • માર્જિન સ્પેશ જેવી બાબતોને લઇ છૂટછાટ અપાઇ હતી, સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ આદેશનું પાલન થશે: ગુજરાત સરકાર
  • કેટલા સમય સુધી છૂટછાટ અપાઇ?: જસ્ટિસ ચંદ્રચૂડ
  • 30 જૂન 2022 સુધી: ગુજરાત સરકાર
  • તો ત્યાં સુધી તમે કશું જ નહીં કરો?: જસ્ટિસ ચંદ્રચૂડ
  • 18 ડિસેમ્બર 2020ના અમે આદેશ કર્યો હતો, રાજ્યોને નોડલ ઓફિસર નિમવા કહ્યું હતું, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની હતી: SC
  • ગુજરાત સરકારે 8 જુલાઇ,2021ના અધિસુચના જાહેર કરી, આવી અધિસૂચના કેવી રીતે જાહેર કરી? , તમે SCના ચુકાદા સામે આ આદેશ કેમ આપ્યો?: SC

જસ્ટિસ ચંદ્રચુડ અને શાહની ખંડપીઠે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે આ કોઇ દેશની પરમાણુ સુરક્ષાનો મામલો નથી કે આટલી બધી ગુપ્તતા જાળવવામાં આવે છે… સુપ્રીમે પૂછ્યું કે સરકારે પરમાણુ સુરક્ષાના ગુપ્ત રિપોર્ટની જેમ શા માટે રિપોર્ટ સોંપ્યો. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 6 લોકોના મોત નિપજ્યા હતા.

સુનાવણી દરમ્યાન જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું કે હોસ્પિટલ એ સેવાની જગ્યા નથી રહી પરંતુ લોકોની તકલીફમાંથી કમાણી કરવાનો મોટો ઉદ્યોગ બની ગઇ છે. પરંતુ આપણે તેને જિંદગીની કિંમત પર સમૃદ્ધ ન કરી શકીએ, આવી હોસ્પિટલો બંધ થવી જોઇએ. સુપ્રીમે આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે રાજ્ય સરકાર હોસ્પિટલોને બચાવવા માંગે છે એવી છાપ ઉભી ન કરે… સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ડિસેમ્બર બાદ ફાયર સેફ્ટિ મુદ્દે લેવાયેલા પગલાંઓની પૂરી જાણકારી આપવાનો આદેશ આપ્યો છે… સમગ્ર મામલાની સુનાવણી 2 સપ્તાહ બાદ થશે.

READ ALSO

Related posts

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV