GSTV
Home » News » કર્મચારીઓને કાયમી ન કર્યા, તો હોસ્પિટલને તાળા લગાવ્યા

કર્મચારીઓને કાયમી ન કર્યા, તો હોસ્પિટલને તાળા લગાવ્યા

છોટાઉદેપુર ટીબી વિભાગના કરાર આધારીત કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે ક્ષય કેન્દ્રને તાળાબંધી કરવામાં આવી હતી. અને કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. તેમની આ હડતાળથી અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાર સરકાર સામે માંગણીઓ કરવા છતાં કોઇ ઉકેલ ના આવતા કર્મચારીઓએ આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ટી.બી. ગંભીર અને જીવલેણ બીમારી છે. છોટાઉદેપુર જિલ્લામાં 1300 થી વધુ ટીબીના દર્દી છે. તેમને સમયસર સારવાર ખૂબ જરૂરી હોય છે તેવામાં ટીબી વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર જતાં દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

Related posts

અમેરિકન પ્રમુખની મુલાકાતને લઈને સરકારે એક વિવાદિત પરિપત્ર પાડ્યો બહાર, કોલેજના વિદ્યાર્થીઓને આપવી પડશે ફરજીયાત હાજરી

Ankita Trada

પાક વીમા મુદ્દે હાઈકોર્ટે વીમા કંપનીઓની કાઢી ઝાટકણી, કોર્ટે કર્યો આ આદેશ

Ankita Trada

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!