મુરાદાબાદમાં કોરોના વેક્સિન લગાવ્યા પછી વોર્ડ બોયની મોત મામલે હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિકારીએ કહ્યું કે, મોત હાર્ટ અટેકના કારણે થઇ છે. મુરાદાબાદ જિલ્લામાં હોસ્પિટલમાં તૈનાત 48 વર્ષના વોર્ડ બોય મહિપાલની મોત કોરોના વેક્સિન લગાવ્યા પછી તબિયત ખરાબ થતા ગઈ હતી, ત્યાર પછી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ ન બચી શક્યો.
વોર્ડ બોયને 16 જનયુઆરીએ રસી લગાવવામાં આવી હતી

જણાવી દઈએ કે 16 જાન્યુઆરીએ વોર્ડ બોય મહિપાલને કોરોનાની રસી લગાવવામાં આવી હતી, રવિવારે સાંજે તેની તબિયત ખરાબ થઇ હતી. મહિપાલના પરિવારનું કહેવું છે કે તબિયત ખરાબ થતી જોતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધો. જિલ્લા હોસ્પિટલે જણાવ્યું કે, વેક્સિનનું કોઈ રિએક્શન જાણવા મળ્યું નથી, એની મોત અંગે તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે મહિપાલ પહેલા કોરોનાથી સંક્રમિત ન હતા.
કોરોના પોઝિટિવ ન હતા

મૃતક મહિપાલના દીકરા વિશાલે કહ્યું કે, 16 જાન્યુઆરીએ તેમના પિતાએ કહ્યું હતું કે તેમને હોસ્પિટલ લઇ જાઓ, કારણ કે તેમનું વેક્સિનેશન થવાનું હતું. વિશાલે કહ્યું કે વેક્સિનેશન પછી તેઓ તેમના પિતાને સાથે લઇને ગયા. એમનો શ્વાસ ફૂલી રહ્યો હતો અને ખાંસી આવી રહી હતી. વિશાલે કહ્યું કે તેઓ કોરોનાથી પોઝિટિવ ન હતા.
હોસ્પિટલના મુખ્ય ચિકિત્સાધિકારી એમ સી ગર્ગે રવિવારે કહ્યું કે, તેમની મોતનું કારણ પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે, જયારે આજે તેમણે કહ્યું છે કે વોર્ડ બોયની મોત હાર્ટ અટેકથી થઇ છે. આ અંગે હોસ્પિટલ પ્રશાસન વધુ તાપસ કરી રહ્યું છે.
Read Also
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન