GSTV

અમદાવાદ/ હોસ્પિટલમાંથી પડતુ મુકીને કોરોનાના દર્દીનો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારની આ ઘટના છે, જેમાં દાણીલીમડા વિસ્તારની શીફા હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 61 વર્ષના વૃધ્ધે હોસ્પિટલના ચોથા માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશન વધુ તપાસ કરી રહી છે.

મણીનગર પુર્વમાં સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા એન્ડ્રૂઝ રસીકલાલ મેકવાન(61)ને કોરોના થતા  દાણીલીમડાની શીફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન 29 સપ્ટેમ્બર 2020ના રોજ તેમણે હોસ્પિટલના ચોથા માળેથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ એન્ડ્રૂઝ મેકવાનને કોરોના થતા સારવાર માટે 20 સપ્ટેમ્બરના રોજ શીફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે બપોરે તેમણે હોસ્પિટલના સ્ટાફની નજર ચુકવીને ચોથા માળેથી નીચે પડતુ મુકીને જીવન ટુંકાવ્યું હતું. દાણીલીમડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!