GSTV

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

માર્વલ સિનેમેટિક યૂનિવર્સને ભારતમાં મળેલી અપાર સફળતા પછી દુનિયાની અન્ય ફિલ્મ કંપનીઓને પણ ભારતમાં ફિલ્મ રિલીઝ કરવામાં  રસ પડયો છે. આ જ કડીમાં હોલીવૂડમાં બહેતરીન હોરર ફિલ્મો બનાવનારી કંપની ક્રિપ્ટ ટીવીના સીઇઓ જેક ડેવિસે હિંદીમાં હોરર ફિલ્મો બનાવવાનો ફેંસલો કર્યો છે. આ માટે તે હિંદી સિેમાના જાણીતા પ્રોડકશન હાઉસો સાથે વાતચીત પણ શરૃ કરી દીધી છે.

” હું થોડા સમયથી હિંન્દી હોરર ફિલ્મોના વ્યાકરણને સમજવાની કોશિષ કરી રહ્યો છું. આ વિષય મને બોલીવૂડમાં સફળતા અપાવશે એવો મારો વિશ્વાસ છે. જોકે અમેરિકામાં હોરર ફિલ્મોને પ્રેમ મળતો હોય છે, જ્યારે બોલીવૂડમાં આ વિષયક ફિલ્મો બી-ગ્રેડની સમજવામાં આવતી હોય છે. હોરર ફિલ્મ સંદેશાયુક્ત હોવી જોઇએ,” તેમ ડેવિસે કહ્યું હતું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે ડરામણા દર્શ્યો માટે પાત્ર વધુ મહત્વના હોય છે. મેં ભારતીય સિનેમાના ઘણા ટોચના કલાકારો વિશે પૂરતી માહિતી મેળવી છે, તેમજ ઘણા લેખકો અને દિગ્દર્શકો સાથે પણ વાતચીત કરી છે. જેમાંથી મારું ધ્યાન અભિષેક બચ્ચન પર પડયું છે.

અભિષેકને તેની સ્ક્રિપ્ટ પસંદ પડી છે કે નહીં તે બાબતે ડેનિસે સ્પષ્ટ ઉત્તર આપ્યો નહોતો. તેણે કહ્યું હતું કે, મારી પાસે ઘણી રસપ્રદ સામગ્રીઓ છે, અને હું જલદી જ તેની સત્તાવાર ઘોષણા કરવાનો છું.

Read Also

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!