કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 45,171 લોકો પ્રભાવિત થઇ ચુક્યા છે. જ્યારે 1,115 લોકોના મોત નિજપ્યા છે. ફક્ત ચીનમાં જ 44,653 લોકો બીમાર છે. જ્યારે 1,113 લોકોના મોત નિપજ્યા છે. પરંતુ ચીનના લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. હવે વિશ્વ મીડિયામાં એક ખબર અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જે ખૂબ જ ભયાવહ છે.ચીનના એક માર્કેટમાં કૂતરાઓને જીવતા ઉકાળવામાં આવી રહ્યાં છે. જીવતા જ તેમને શેકવામાં આવી રહ્યાં છે જેથી લોકો તેનું માંસ ખાઇ શકે.

આ વીડિયો અને તસવીરો ચીનના ગુઆંગસી પ્રાંતના યુલીન શહેરની છે. યુલિનમાં આ સમયે કૂતરાનું મીટ વેચવા માટે બજાર ભરાયુ છે. અહીં કૂતરાને સીધા ઉકાળવામાં આવી રહ્યાં છે. તેમને જીવતા જ શેકીને લોકો સમક્ષ પીરસવામાં આવી રહ્યાં છે. કૂતરા સાથેની આ બર્બરતાની તસવીરો અમે તમને ન બતાવી શકીએ તેથી અમે તમને ફક્ત બજારની તસવીરો બતાવી રહ્યાં છીએ.


યુલિનના આ માર્કેટથી કૂતરાઓના રડવાનો, ભસવાનો અને પીડાથી કણસવાના અવાજો આવી રહ્યાં છે. કેટલાંક લોકો માર્કેટમાંથી નાના-નાના કૂતરાઓ ખરીદીને પોતાની સાથે લઇ જઇ રહ્યાં છે. જેથી તેઓ તેમને લઇ જઇને રાંધી શકે.

તેને લઇને લંડનમાં નો ટુ ડૉગ મીટ કેંપેન ચલાવવામાં આવી રહ્યુ છે. કેંપેનના લોકો હવે લંડન સ્થિત ચીની દૂતાવાસ સામે પ્રદર્શન કરવા જઇ રહ્યાં છે. જેથી ચીન કૂતરાને ખાવાથી લઇને કોઇ સખત નિયમ બનાવે.

યુલિનમાં દર વર્ષે જૂન મહિનામાં કૂતરાનું માસ વેચવાનો એક ફેસ્ટિવલ આયોજિત થાય છે. પરંતુ આ વખતે આ વીડિયો પહેલાં જ આવી ગયો છે. કારણ કે બજાર તો હંમેશા ચાલતુ રહે છે.

યૂલિનના આ બજારમાં કૂતરાઓને નાના પાંજરામાં એવી નિર્દયતાપૂર્વક ભરવામાં આવી રહ્યાં છે જેથી તેઓ સારી રીતે શ્વાસ પણ નથી લઇ શકતાં. તેમના પગ અને પૂછડી પાંજરામાં ફસાઇ રહી છે. ચીનની 20 ટકા વસ્તી હજુ પણ દરરોજ કૂતરાનું માસ ખાય છે.

યુલિનમાં કૂતરાને વેચતા પહેલાં અંધારી જગ્યાએ બંધ કરીને રાખવામાં આવે છે. તેમને ઓછુ ભોજન આપવામાં આવે છે. કૂતરા આવી હાલતમાં ભયભીત બની જાય છે. જ્યારે તેમને યુલિનના બજારમાં લાવવામાં આવે છે ત્યારે તેઓ ભસવા લાગે છે, રડવા લાગે છે. તેમ છતાં તેમને નિર્દયતાપૂર્વક શેકીને તેમને મોઢાનો કોળિયો બનાવી દેવામાં આવે છે.
Read Also
- ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ
- આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !
- ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..
- Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર
- બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…