GSTV
Astrology Life Trending

જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં. ઉદ્વેગ જણાય.

વૃષભ : આપના કાર્યમાં નોકર-ચાકર વર્ગ સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. નવા કામમાં સાનુકુળતા જણાય.

મિથુન : આપના કાર્યની સાથે અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી રાહત થાય.

કર્ક : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ-ઉત્સાહ રહે. સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો.

સિંહ : રાજકીય સરકારી કામ દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવા. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સરળતા-સાનુકુળતાનો અનુભવ થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઘટે.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. સ્ટેશનરીના ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું થાય. પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે.

ધન : બેંકના, વીમા કંપનીના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવતી વખતે વિચારોને કાબૂમાં રાખવા.

મકર : આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય.

કુંભ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા મળી રહે. મોસાળપક્ષ સાસરીપક્ષના કામ અંગે દોડધામ રહે.

મીન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને સાનુકુળતા રહે.

READ ALSO

Related posts

શું કર્ણાટક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની જશે?

Hina Vaja

સાઉદી અરેબિયાની જેલમાં 19 વર્ષ માટે કેદ અમેરિકી નાગરિક મુક્ત, 2021માં સાઉદી અરેબિયાની પોલીસે કરી હતી ધરપકડ

Kaushal Pancholi

શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો

HARSHAD PATEL
GSTV