GSTV

હંમેશા હોરિઝોન્ટલ મોડમાં વીડિયો કેપ્ચર કરો! આ એપ્લીકેશન કરશે મદદ

વીડિયો સામાન્ય રીતે હોરિઝોન્ટલ હોય તો જોવાની વધુ મજા આવે, પણ ક્યારેય ઉતાવળમાં આપણે ફોન વર્ટિકલ પોઝિશનમાં રાખીને જ વીડિયો કેપ્ચર કરી લેતા હોઈએ છીએ. હવે વર્ટિકલ વીડિયો પણ લોકપ્રિય થવા લાગ્યા છે, પણ તમને આડા-હોરિઝોન્ટલ વીડિયો વધુ ગમતા હોય તો હોરાઇઝન કેમેરા (Horizon Camera) નામની એક એપ આ પ્રોબ્લેમ ઉકેલી આપે છે. આ એપ એન્ડ્રોઇડ કે આઇફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી, આપણે ફોન ઊભો કે ત્રાંસો રાખીને વીડિયો શૂટ કરીએ તો પણ કેમેરા હોરિઝોન્ટલ મોડમાં જ વીડિયો શૂટ કરે છે.

ઝૂમ જેવી ઇફેક્ટ આપશે

અલબત્ત, એ ધ્યાનમાં લેવા જેવું છે ક્યારેક આપણે ક્રિએટિવિટી ખાતર ત્રાંસા એંગલથી શૂટ કરવા માગતા હોઈએ તો પણ આ એપ આપણો એંગલ ‘સુધારી’ આપે છે. શૂટિંગ ચાલુ હોય ત્યારે તમે કેમેરાને આડો કે ઊભો કરશો તો વીડિયો જોતી વખતે તે ઝૂમ જેવી ઇફેક્ટ આપશે.

જાયરોસ્કોપ હોવું જોઈશે

એપનો ઉપયોગ કરવા માટે આપણા ફોનમાં એક્સલરોમીટર અથવા જાયરોસ્કોપ હોવું જોઈશે. એન્ડ્રોઇડના ૪.૩+ વર્ઝનમાં આ એપ ચાલશે. આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને વર્ઝન માટે બેઝિક વર્ઝન ફ્રી છે, પણ તેમાં વીડિયોમાં એક ખૂણે હોરાઇઝન કંપનીનો લોગો ચીટકેલો રહે છે.

READ ALSO

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!