GSTV
Home » News » આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ મોદી સરકારનું અંતિમ બજેટ કરશે રજૂ

આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ મોદી સરકારનું અંતિમ બજેટ કરશે રજૂ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. અને તેનું અંતિમ બજેટ આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ રજૂ કરવાના છે.  આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. નવી લોકસભા માટેની ચૂંટણી બાદ જે સરકાર સત્તા પર આવશે તે સંપૂર્ણસ્તરનું બજેટ રજૂ કરશે.

અરૂણ જેટલીના બદલે હંગામી નાણાં પ્રધાન પીયૂષ ગોયલ વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરશે. આ બજેટમાં કોઈ મસમોટી જાહેરાતો નહીં કરાય, પરંતુ સરકાર અમુક રાહતકારી પગલાં લઈને ખેડૂતો -ગ્રામિણ જનતાને તેમજ કરવેરામાં અમુક કાપ મૂકીને શહેરી વિસ્તારોનાં મધ્યમ વર્ગનાં મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ જરૂર કરી શકે છે. હિન્દીભાષી બેલ્ટમાં ત્રણ મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી હારને કારણે ભાજપ સરકાર મતદારોને રાજી કરવાના પ્રયાસો કરશે.

સરકાર આગામી નાણાકીય વર્ષ માટે આશરે 7.5 ટકાનો આર્થિક વિકાસ દર રજૂ કરે એવી ધારણા છે. તે ઉપરાંત રેલવે, મુખ્ય માર્ગો તથા બંદરોના વિકાસ માટેના મૂડીખર્ચમાં 7-8 ટકાનો વધારો કરે એવી પણ ધારણા છે. જાણકારો મુજબ વચગાળાના બજેટમાં કોઇપણ પરોક્ષ ટેક્સ દરખાસ્તો રહેશે નહીં. આ દરખાસ્તોને ઇન્કમટેક્સ એક્ટમાં સુધારાની જરૂર રહે છે. છેલ્લા વચગાળાના બજેટમાં પરોક્ષ કરવેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!