48 મેગાપિક્સલ વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન આ કંપનીએ કર્યો લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ચીની ટેક કંપની હુવાવેની સબ બ્રાન્ડ ઑનરે 48 મેગાપિક્સલ સાથે Honor View 20 લૉન્ચ કર્યો છો. કંપનીએ દાવો કર્યો છે કે 48 મેગાપિક્સલ વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. કંપનીએ તે પણ દાવો કર્યો છે કે આ સ્માર્ટફોનમાં ત્રણ એવી ટેક્નોલોજી છે જે અન્ય કોઇ સ્માર્ટફોનમાં નથી.

48 મેગાપિક્સલ રિયર કેમેરા, ઑલ વ્યૂ ડિસ્પ્લે અને લિંક ટર્બો એવા ત્રણ ફિચર્સ છે જેને કંપનીએ હાઇલાઇટ કર્યા છે. આ સ્માર્ટફોનની ડિસ્પ્લેમાં જ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. કંપની તેને ઑલ વ્યૂ ડિસ્પ્લે કહે છે.અગાઉ આ સ્માર્ટફોનને Honor View 20ના નામે ગ્લોબલી લૉન્ચ કરવામાં આવ્યો હતો.

કંપનીએ જણાવ્યા અનુસાર લિંક ટર્બો ફિચરની મદદથી આ સ્માર્ટફોન આપમે જ મોડેલ અને નેટવર્ક કંડીશનને એનેલાઇઝ કરશે અને વાઇફાઇથી 4જી નેટવર્ક પર સ્વિચ થશે. એટલે કે જ્યાં વધુ સ્પીડ મળશે તે હિસાબે વાઇફાઇથી 4જી કે 4જીમાંથી વાઇફાઇમાં સ્વિચ થશે.

કંપનીએ Sony IMX586 સેન્સર યુઝ કર્યું છે. કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમ્પ્યુટિંગ પાવર અને ગ્રાફિક્સ પ્રોસેસિંગ પાવર આપવામાં આવ્યો છે. 48 મેગાપિક્સલ કેમેરાથી લેવામાં આવેલા મલ્ટીપલ ફોટોઝમાં બેસ્ટ રિઝલ્ટ આપશે.


Honor View 20ના ફ્રન્ટ અપર લેફ્ટમાં 4.5mm ડાયામીટરનો સર્ક્યુલર હોલ છે.તેમાં ફ્રન્ટ કેમેરા પ્લેસ કરવામાં આવ્યો છે. આ કારણે કંપનીએ 100% સ્ક્રીન ટૂ બૉડી રેશિયો તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે તમને ફ્રન્ટમાં ફક્ત ડિસ્પ્લે જોવા મળશે, કોઇ નૉચ કે ફ્રન્ટ કેમેરા માટે અલગ જગ્યા આપવામાં આવી નથી કારણ કે તેમાં ઇન ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે.

Honor V20ની કિંમત

Honor V20ના 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 2999 ચીની યુઆન એટલે કે આશરે 30,400 રૂપિયા તથા 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 3,499 ચીની યુઆન એટલે કે આશરે 35,500 રૂપિયા છે. ચીનમા આ ફોનના પ્રી-ઓર્ડરની શરૂઆત થઇ ચુકી છે. કંપનીએ આ ઉપરાંત ફોનનું Mouschcino એડિશન પણ લૉન્ચ કર્યુ છે. આ એડિશનને ફક્ત રેડ અને બ્લૂ કલરમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. તેની પહેલી સેલ 28 ડિસેમ્બરના રોજ થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter