GSTV

Honor 9i બાદ 4 કેમેરાવાળો Honor 9 Lite આ મહિને ભારતમાં થશે લોન્ચ

Last Updated on January 13, 2018 by

Huawei ની સહાયક સ્માર્ટફોન મેકર Honorએ પહેલીવાર 4 કેમરા વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો Honor 9i. ત્યારે હવે કંપની ક્વોડ કેમેરા સ્માર્ટફોન એટલે કે 4 લેન્સવાળો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

4 કેમેરાવાળા સ્માર્ટફોન Honor 9 Lite, તેને જ્લ્દી જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેનું વેચાણ માત્ર ફ્લિપકાર્ટ પર થશે. ચાર કેમેરા સિવાય આ સ્માર્ટફોનની બીજી ખાસિયત એ છે કે તેની બોડી ગ્લાસની  બનેલી છે.

મહત્વપૂર્ણ છે કે ચીનમાં આ સ્માર્ટફોન ગત વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના બે વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે કિંમતની તો,ચીનમાં આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત CNY 1199 (લગભગ 11,700 રૂપિયા) છે. જ્યારે ટોપ મોડલની કિંમત CNV 15600 (લગભગ 15600) છે. ભારતમાં તેની કિંમત પણ સરખી જ રહેવાની આશા રાખવામાં આવી રહી છે.

Honor 9 Lite ના સ્પેસિફિકેશન્સ

Honor 9 Liteમાં 5.65 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસપ્લે આપવામાં આવી છે. તેમાં HiSilicon Kirin 659 ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં બે મેમરી વેરિયન્ટ છે. એક વેરિયન્ટમાં 3 GB રેમ છે, જ્યારે અન્યમાં 4 GB રેમ. ઇન્ટરનલ મેમરી વેરિયન્ટમાં તમે 32 GB અને 64 GB માંથી પસંદ કરી શકો છો. માઇક્રો એસડી કાર્ડ દ્વારા તમે મેમરી વધારી શકો છો.

ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશ્યો ટ્રેન્ડ જોતા 18:9 રાખવામાં આવ્યો છે. Honor 9 Lite માં Android Oreo બેઝ્ડ EMUI 8.0 આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફીને લઇને તેમા ખાસ બે રિયર અને બે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. ડ્યુઅલ કેમેરા સેટઅપમાં એક કેમેરો 13 મેગા4પિક્સલનો છે જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે.  એક જેવો સેટઅપ ફ્રન્ટ અને બેકમાં છે. જોકે રિયર કેમેરામાં કેટલાક ફિચર્સ છે જે સેલ્ફી કેમેરાથી અલગ હોય છે.

Honor 9 Liteમાં 3000 mAh ની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે 20 કલાકનો ટોકટાઇમ આપશે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!