GSTV
Home » News » ખોવાઈ ગયો છે આ મોટી કંપનીનો સ્માર્ટફોન, શોધી આપનારને મળશે 4 લાખનું ઈનામ

ખોવાઈ ગયો છે આ મોટી કંપનીનો સ્માર્ટફોન, શોધી આપનારને મળશે 4 લાખનું ઈનામ

કોઈ પણ વ્યક્તિનો સ્માર્ટફોન ખોવાઈ જાય તો દેખીતી વાત છે કે તેમને દુઃખ તો થોય જ, પરંતુ તમારાથી વધારે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીને થાય છે. જ્યારે તેમનો કોઈ પ્રોટોટાઈપ ખોવાઈ જાય છે. તમને જણાવી દઈએ કે એકવાર આઈફોન 4 એપલથી ખોવાઈ ગયો હતો. આ ઉપરાંત ગૂગલનો પિક્સલ 3 એક્સએલ પણ એક કેબ માંથી મળ્યો હતો.

હવે જ્યારે ઓનરનો એક પ્રોટોટાઈપ સ્માર્ટફોન ખોવાઈ ગયો છે જેના માટે કંપનીએ 4 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ઓનર જર્મનીએ ટ્વીટ કરીને ફોન શોધી આપવાવાળા માટે ઈનામની જાહેરાત કરી છે. જો કે કંપનીએ એ નથી જણાવ્યું કે ક્યા ફોનનો પ્રોટોટાઈપ ખોવાઈ ગયો છે. પરંતુ તે કહેવામાં આવી રહ્યું છે કે ફોન 20 સીરીજનો છે.

ઓનર જર્મનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કંપનીના એકથી મ્યૂનિખમાં ICE 1125 ટ્રેનમા્ંથી એક ફોનનો પ્રોટોટાઈપ ખોવાઈ ગયો છે. આ ઘટના 22 એપ્રિલના રોજ બની હતી. પ્રોટોટાઈપ ફોનમાં ગ્રે રંગનું કવર લગાવેલું હતું અને પાછળના ભાગમાં કેમેરા હતો. કંપનીએ આ ફોન માટે 5 હજાર યુરો એટલે કે 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે કંપની ફોન લોન્ચિંગ પહેલા પોતાના કર્મચારીઓને પ્રોટોટાઈપ ડિવાઈજ ટેસ્ટિંગ માટે આપતી હોય છે. આવા ફોનને એક કવરમાં રાખવામાં આવે છે. જેના કારણે તેનો ફોટો અને માહિતી લીક ન થાય. જણાવી દઈએ કે ઓનર આવતા મહિને 21 મેના રોજ 20 સીરીજનો ફોન લંડનમાં લોન્ચ કરી રહી છે.

READ ALSO

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari

ઓઈલ કંપની પર કરાયેલા હુમલાના શશ્ત્રો આ કંપનીએ પૂરા પાડ્યા હતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!