GSTV

મહાધમાકા ઑફર : 283 રૂપિયામાં ખરીદો 11 હજારનો આ દમદાર સ્માર્ટફોન, કેમેરા અને ફિચર્સ છે ધાંસૂ

ઇકોમર્સ કંપની ફ્લિપકાર્ટે ફરી એકવાર એક સેલનું આયોજન કર્યુ છે. આ સેલનું નામ છે ઑનર ડેઝ સેલ. આ સેલ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઑનર ડેઝ સેલમાં ઑનરના સ્માર્ટફોન્સ પર ધમાકેદાર ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Honor 9 Lite

ઑનર ડેઝ સેલમાં તમે આ સ્માર્ટફોન ફક્ત 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનના 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 8,499 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે. આ ઉપરાંત જો તમે ઇચ્છો તો આ સ્માર્ટફોનને દર મહિને ફક્ત 283 રૂપિયાના ઇએમઆઇ પર ખરીદી શકો છો. આ ઉપરાંત આ સ્માર્ટફોન પર 8 હજાર રૂપિયાના એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છે.

આ સ્માર્ટફોનની સુવિધાઓ ની વાત કરીએ તો  આ 5.65 ઇંચની ફુલ  એચડી ડિસ્પ્લેમાં 18: 9 રેશિયો આપવામાં આવ્યો છે. ઓક્ટા-કોર Huawei HiSilicon Kirin 659 પ્રોસેસર પણ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.0 ઓરેઓ આધારિત ઇએમયુ 8.0 પર ચાલે છે.

ફોનમાં ફોટોગ્રાફી માટે 4 કેમેરા પણ છે. જેમાં ફ્રન્ટ અને રીયર કેમેરામાં ડ્યુઅલ કેમેરા સેટપ આપ્યું છે.પ્રાઈમરી કેમેરામાં 13 મેગાપીક્સલ નું સેન્સર છે. જયારે સેકેન્ડરી કેમેરામાં 2 મેગા પીક્સલ સેન્સર છે.રીયર કેમેરા સેટઅપ ફેસ ડિટેકશન ઓટો ફોકસ અને એલઈડી ફ્લેશ છે.

Honor 9N

આ સેલમાં તમે આ સ્માર્ટફોન ફક્ત 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ કિંમત 3જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની છે. તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 10,499 રૂપિયા છે. આ ફોન પર પણ તમને ઇએમઆઇ અને એક્સચેન્જ ઑફરનો લાભ મળશે.

હોનર 9 એન માં 5.84 ઇંચ એલસીડી પૂર્ણ એચડી પ્લસ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે. તેના સ્ક્રીન રીઝોલ્યુશન 1080×2280 પિક્સેલ્સ છે. તેમાં ઉચ્ચ સિલિકોન કેરાઇન 659 ઓક્ટેક પ્રોસેસર છે.

આ ફોન એન્ડ્રોઇડ ઓરિઓ 8.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેનું સ્ટોરેજ માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરો છે. હોનર 9 એન માં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. તેમાં 3000 એમએએચ ની બેટરી છે. 

Honor 10

જો તમે શાનદાર કેમેરા અને કિવોલીટ઼ી વાળો સ્માર્ટફોન સસ્તામાં ખરીદવા માગતા હોય તો તમારી પાસે સારી તક છે. આ સ્માર્ટફોન તમે ફક્ત 32,999 રૂપિયામાં ખરીદી શકો છો. જણાવી દઇ કે લૉન્ચિંગ વખતે આ સ્માર્ટફોનની કિંમત 35,999 રૂપિયા હતી.

ફોનમાં 24 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલનો ડ્યૂઅલ કેમેરા આપવામા આવ્યો છે. કેમેરા અપાર્ચર f/1.8, પીડીએએફ અને એઆઈ ફોટોગ્રાફી સપોર્ટ કરે છે. કંપનીએ ડ્યૂઅલ કેમેરા સેટઅપને એઆઇ કેમેરા નામ આપ્યું છે. એઆઈ અને ડ્યૂઅલ કેમેરામાં 3 ડી પોર્ટ્રેટ લાઇટિંગ અને એચડીઆર જેવા મોડ ઉપલબ્ધ છે. ફોનમાં 24 મેગાપિક્સલ સેન્સર છે જે એઆઈ ફીચરની સાથે આવે છે અને 2 ડી પોર્ટ્રેટ લાઈટિંગ મોડને સપોર્ટ કરે છે.

સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો આધારિત ઈએમયૂઆઇ 8.1 પર રન થાય છે. ફોનમાં 3400mAh ની બેટરી આપવામા આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4 જી વીઓએલટીઈ , વાઈ-ફાઈ 802.11 એસી , બ્લૂટૂથ 4.2, જીપીએસ/એ-જીપીએસ , એનએફસી , યૂએસબી ટાઇપ-સી અને 3.5 એમએમ ઑડિયો જેક આપવામા આવ્યો છે.

Read Also

Related posts

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah

બોલિવૂડ / કિયારા અડવાણી સાથે લગ્ન કરવા અંગે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોઈ સ્પષ્ટતા ન કરી, બન્ને જણા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!