Honor Band 4 ભારતમાં થયો લૉન્ચ, જાણો કિંમત

હુવાવેના સબ-બ્રાન્ડ ઑનરે ભારતમાં પોતાનો Honor Band 4 લોન્ચ કર્યો છે. આમ તો ઑનર બેન્ડ 4ના Honor 8Cની સાથે જ લૉન્ચ થવાનો રિપોર્ટ હતો, પરંતુ આવુ થયુ નહીં. Honor Band 4નુ વેચાણ એક્સક્લૂઝીવ રીતે એમેઝોન ઈન્ડિયા પરથી 18 ડિસેમ્બરે થશે. જેની કિંમત 2599 રૂપિયા છે. જેની ટક્કર શાઓમીના એમઆઈ બેન્ડ 3 સાથે થશે.

Honor Band 4ની વિશિષ્ટતા

ઑનર બેન્ડ 4માં 0.95 ઈંચની એમોલેડ ટચ-સ્ક્રીન ડિસ્પ્લે છે, જેની પર 2.5D કવ્રડ ગ્લાસ પ્રોટેક્શન છે. જેમાં એક ગોળાકાર હોમ બટન આપવામાં આવ્યું છે. આ 50 મીટર પાણીમાં ડૂબ્યા બાદ યોગ્ય પદ્ધતિથી કામ કરશે. Honor Band 4માં 100mAhની બેટરી છે, જેને લઇને કંપનીનો દાવો 6 દિવસના બેકઅપનો છે. તો હર્ટ રેટ સેન્સર બંધ થયા બાદ અહીં 17 દિવસનો બેકઅપ મળશે.

જેમાં હુવાવેનું TruSleep 2.0 પણ આપવામાં આવ્યું છે. જેની મદદથી તમે પોતાની ઉંઘવાની આદત પર પણ નજર રાખી શકો છો. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં હુવાવે હેલ્થ એપ અને પેમેન્ટ માટે એનએફસીનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જેનો વજન 23 ગ્રામ છે. આ બેન્ઝ ઑનલાઇન નંબરની ઓળખ કરી શકે છે અને સાથે જ ફોન પર આવનારા કૉલનો જવાબ આપી શકે છે. જેમાં મેસેજ વગેરેના નોટિફિકેશન પણ મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter