દમદાર બેટરી અને ડ્યુઅલ કેમેરા સાથે Honor 8C ભારતમાં લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Huaweiની સબ બ્રાન્ડ Honorએ આજે પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. Honor 8Cની કિંમત 15 હજારથી ઓછી છે, તાજેતરમાં જ Xiaomiએ Redmi Note 6 Pro લૉન્ચ કર્યો હતો અને Honor 8Cને ટક્કર આપી શકે છે.

આ સ્માર્ટફોન એમેઝોન પર મળશે. તેની સાથે સાથે કંપનીએ ફિટનેસ બેન્ડ Honor Band 4 પણ લૉન્ચ કર્યો છે. તેને પણ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર વેચવામા આવશે. આ ફિટનેસ બેન્ડમાં 0.95 ઈચની ઓલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે જે વોટર પ્રૂફ છે. કંપનીનો દાવો છે કે 6 દિવસની બેટરી લાઈફ આપશે.

ચીનમાં આ પહેલા જ લૉન્ચ થઈ ચુક્યો છે. તેની કિંમત 199 યુઆન એટલે કે 2000 રૂપિયા છે. ભારતમાં તેની કિંમત તેની આસપાસ રહેશે. એમાં હાર્ટ રેટ સેન્સર છે અને ફ્રન્ટમાં હોમ બટન આપવામાં આવશે. તેની બેટરી 100mAhની છે.

Honor 8Cના ફિચર્સ

આ સ્માર્ટફોનમાં Android 8.1 Oreo બેસ્ડ EMUI આપવામાં આવેલ છે. ડિસ્પ્લે 6.26 ઈંચ એસ્પેક્ટ રેશિયો 6.26 ઈંચ છે. તેમાં સ્નેપડ્રેગન ઓક્ટોકોર 626 પ્રોસેસર આપવામાં આવેલ છે તેના બે વેરિયન્ટ 4GB રેમ અને 32GB મેમરી અને 6GB રેમ 64 GB મેમરી માઈક્રો એસડી કાર્ડથી તેને વધારી શકાશે.

કેમેરાની વાત કરીએ તો તેમા ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવેલ છે. એક લેન્સ 13 મેગાપિક્સલ જ્યારે બીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલ કેમેરા છે. સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ છે, જ્યારે રિયરમાં એલઈડી ફ્લેશ આપવામાં આવેલ છે.

આ સ્માર્ટફોનની ખાસિયત તેની બેટરી છે જે 4,000mAhની છે. કનેક્ટીવિટીમાં તેમાં 4G VoLRE સપોર્ટ આપવામા આવેલ છે. આ સિવાય સ્ટાન્ડર્ડ ફીચર્સ જેવા કે GPS, માઈક્રો યૂએસબી પોર્ટ અને 3.5mm જેક આપવામાં આવેલ છે.આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવેલ છે. ખાસ વાત એ છે કે આમાં હાઈબ્રિડ સિમ સ્લોટ નથી એટલે તેમે બે સિમ અને એક માઈક્રો એસડી કાર્ડ લગાવી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter