GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ના હોય! એક જ સેકેન્ડમાં ધડાધડ વેચાઇ ગયા 100 કરોડ રૂપિયાના આ સ્માર્ટફોન

સ્માર્ટફોન

સ્માર્ટફોન નિર્માતા કંપની ઑનર (Honor)ના એક ફોને નવો રેકોર્ડ બનાવી દીધો છે. પહેલી જ સેલમાં આ ફોન 1 જ સેકન્ડમાં વેચાઇ ગયો. આ ફોન Honor 30s છે. ફક્ત 1 સેકેન્ડમાં 100 કરોડ રૂપિયાથી વધુના Honor 30s ફોન વેચાઇ ગયા છે. પહેલી જ સેલમાં આ સ્માર્ટફોનને જબરદસ્ત રિસ્પોરન્સ મળ્યો છે. અંદાજ છે કે પહેલી સેલમાં 37,000થી 41,000ની વચ્ચે Honor 30s સ્માર્ટફોનનું વેચાણ થયું છે. ઑનરે માર્ચના અંતમાં Kirin 820G ચિપસેટ સાથે આ પહેલો સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન બ્લેક, બ્લૂ, ગ્રીન અને વ્હાઇટ કલર ઓપ્શનમાં મળી રહ્યો છે.

સ્માર્ટફોન

પહેલી સેલમાં જ 100 કરોડનો આંકડો પાર

પહેલી સેલમાં જ ઑનરના આ સ્માર્ટફોનને મોટી સફલતા મળી છે. ચીનમાં થયેલી પહેલી સેલમાં Honor 30sનું વેચાણ 100 મિલિયન યુઆન એટેલે કે આશરે 107 કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. નવા ચિપસેટ વાળા આ ફોનમાં ડ્યૂલ-મોડ 5જી કેપેબિલિટી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 2 વેરિએન્ટમાં આવ્યો છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા મોડેલની કિંમત 2,399 યુઆન એટલે કે આશરે 25,800 રૂપિયા છે. સાથે જ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વાળા મોડેલની કિંમત 2,699 યુઆન એટલેકે આશરે 28,900 રૂપિયા છે.

સ્માર્ટફોન

 Honor 30sનાં સ્પેસિફિકેશન

Honor 30s સ્માર્ટફોનમાં 6.5 ઇંચની આઇપેસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના રિઝોલ્યુષન 1080×2400 પિક્સલ છે. ઑનરના આ ફોનમાં સાઇડ-માઉંટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી છે. ફોનમાં Kirin 820G પ્રોસેસર આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં શેયર્ડ સિમ સ્લોટ આપવામાં આવ્યો છે, જે નેનો એસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે. ઑનરના આ સ્માર્ટફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે 40W રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની બેકમાં રેક્ટેંગ્યુલર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે જેમાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત ફોનની પાછળ 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને એલઇડી ફ્લેશ સાથે 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેંસર આપવામાં આવ્યુ છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!