GSTV
Home » News » ટેન્ક-હથિયારથી સજ્જ સેના, શું મોટી કાર્યવાહીની તૈયારીમાં ચીન?

ટેન્ક-હથિયારથી સજ્જ સેના, શું મોટી કાર્યવાહીની તૈયારીમાં ચીન?

હોંગકોંગમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી ચીન વિરોધી પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનની શરૂઆત પ્રત્યપર્ણ બિલનાં વિરોધમાં થઈ હતી.પરંતુ હવે આંદોલનકારી હોંગકોંગના પ્રમુખ (ચીફ એક્ઝયૂટિવ) કેરી લેમનું રાજીનામું અને લોકતાંત્રિક ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે.

આ દરમિયાન, ચાઇનાએ નજીકના શહેર શેનઝેન સ્થિત હોંગકોંગમાં સૈન્ય પ્રવૃત્તિમાં વધારો કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ચીને સંકેત આપ્યો છે કે તે વિરોધ પ્રદર્શન કરનારાઓ પર બળનો ઉપયોગ પણ કરી શકે છે.11 ઓગસ્ટે ટેન્કો, ટ્રક અને અન્ય વાહનો સાથે

શેનઝેન બે સ્પોર્ટ્સ સેન્ટર ખાતે પહોંચ્યું હતું. અહીં સેંકડોની સંખ્યામાં ચીની અર્ધલશ્કરી કર્મચારીઓ તૈયારી કરી રહ્યા છે. ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર એક વ્યક્તિએ કહ્યું – “ચીની સરકાર કોઈ શંકા રાખવા માંગતી નથી, જો જરૂર આવે તો કાર્યવાહી કરવામાં આવશે.” બેઇજિંગમાં હોંગકોંગ પોલિસી અફેર્સના સંશોધન સંસ્થાના ડિરેક્ટર, તિઆન ફીલોંગનું કહેવું છે કે બેઇજિંગના અધિકારીઓએ આંદોલનકારની વર્તણૂકને આતંકની નજીક ગણાવી છે. તેમનું કહેવું છે કે ચીન નજર રાખી રહ્યું છે અને હસ્તક્ષેપ કરશે નહીં

જ્યારે હોંગકોંગની સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દેખાવો પર નિયંત્રણ રાખવામાં સક્ષમ છે. પરંતુ, જો સ્થાનિક પ્રશાસનની સ્થિતિ પાછો આવે તો ચીન સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ફોજદારી કેસોમાં આરોપીને ચીનમાં પ્રત્યાર્પણ કરી શકાય છે. વિરોધ બાદ વહીવટીતંત્રે 15 જૂને બિલ પાછું ખેંચી લીધું હતું.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!