GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

હોંગકોંગની સંસદમાં દેખાવકારો ઘૂસી જતાં ભારે હોબાળો : જનઆંદોલન ચરમસીમાએ

હોંગકોંગની ચીન તરફેણની સ્થાનિક સરકારી બોડીએ પ્રત્યાર્પણનો કાયદો પસાર કર્યો હતો. એ અંતર્ગત કોઈ જ પ્રક્રિયા વગર હોંગકોંગના આરોપીઓનું પ્રત્યાર્પણ ચીનને કરી શકાશે. આ કાયદાના વિરોધમાં હોંગકોંગમાં દિવસોથી દેખાવો થઈ રહ્યા છે.

હોંગકોંગ સરકારના વિરોધમાં અસંખ્ય લોકો રેલીમાં જોડાયા હતા અને રસ્તાઓ બંધ કરી દીધા હતા. સંસદની ઈમારત સુધી પહોંચેલા પ્રદર્શનકારીઓએ ઉગ્ર બનીને ઈમારતને નુકસાન પહોંચાડયું હતું. પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તો બદલવા કે પ્રદર્શન બંધ કરવાનો હુકમ કર્યો તે પછી પ્રદર્શનકારીઓ વિફર્યા હતા અને સંસદની કાચની દિવાલ તોડી નાખી હતી.

પ્રદર્શનકારીઓનો સંસદીય ઈમારતમાં ઘૂસવાનો પ્રયાસ તો નિષ્ફળ નીવડયો હતો, પરંતુ સરકાર ઉપર ભારે દબાણ સર્જાયું હતું. હોંગકોંગના નેતા કેરી લેમે પાંચ મિનિટના એક ભાષણમાં પ્રદર્શનકારીઓને અપીલ કરી હતી અને તેમની માગણી સ્વાકારી લેવાશે એવી ખાતરી આપી હતી.

કેરી લેમે કહ્યું હતું કે હું નાગરિકોની સંવેદનશીલ બાબતથી વાકેફ છું. યુવાનોની ભાવના સમજી રહી છું ને તેમાંથી બોધપાઠ પણ લઈ રહી છું. હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ કે સરકારનું કામ જનસમુદાયની અપેક્ષા, ભાવના, વિચારો પરત્વે જવાબદાર બને.

કેરી લેમની સ્થાનિક સરકારી બોડી સામે લોકોનો આક્રોશ છે કે તેમણે ચીનના ઈશારે પ્રત્યાર્પણ બિલ પસાર કરાવીને અમલી બનાવવાની કોશિશ કરી છે. ચીન હોંગકોંગમાં વાણી-વિચાર  સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવાના પ્રયાસો કરતું હોવાથી સ્થાનિક નાગરિકો તે બિલકુલ ચલાવી લેવાશે નહીં એવું પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

સુરત: સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા, વરસાદને કારણે લોકોને પડી હાલાકી

pratik shah

જીવલેણ કોરોના વાયરસને રોકવામાં તંત્ર નિષ્ફળ, સરકાર પાસે નથી કોઈ પણ પ્રકારનું આયોજન

pratik shah

દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષની પોલીસે કરી ધરપકડ, લોકડાઉનમાં રાજધાટ પર પ્રદર્શન આદર્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!