GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

હિમતનગર તાલુકાના ગાંભોઈમાં એક મધપુડો વિવાદનું કારણ બન્યો છે. આ મધપુડાને કારણે યુ.જી.વી.સી.એલ અને દુકાનદારો વચ્ચે મોટો ખટરાગ સર્જાયો છે. ગાંભોઈમાં ત્રણ દિવસ પહેલા અચાનક જ ૧૨ જેટલી દુકાનોની લાઈટો ગુલ થઇ ગઈ. જેના કારણે દુકાનદારોની હેરાનગતિ શરૂ થઇ છે. નિયમિત ટાઈમસર લાઈટબીલ ભરનારા દુકાનદારોએ વીજકંપનીને જાણ કરી પણ અધિકારીઓએ એક મધપુડાને કારણે દુકાનદારોને આકરા બફારામાં પરસેવે રેબઝેબ હાલતમાં છોડી દીધા.

દુકાનોની લાઈન આગળ આવેલા પીપળાના ઝાડ પર એક મધપુડો છે. જેથી યુ.જી.વી.સી.એલના અધિકારીઓનો આગ્રહ છે કે આ મધપુડો તમે દુર કરો તોજ અમે લાઈટ ચાલુ કરીએ. ત્યારે આ સ્થિતીમાં પરસેવે રેબઝેબ થયેલા દુકાનદારો અધિકારીઓને ગરમીનો અનુભવ કરાવવા તેમની ઓફિસની લાઈટ અને પંખો પણ બંધ કર્યા. છતાં અધિકારીઓ ટસના મસ ના થયા. યુ.જી.વી.સી.એલ દ્વારા ચોમાસા પહેલા દરેક વૃક્ષોનું કટિંગ કરાતું હોય છે અને એની ગ્રાન્ટ પણ ફાળવાતી હોય છે. જો કે યુ.જી.વી.સી.એલના અધિકારીઓની બેદરકારીને કારણે આજે ઝાડ અને થાંભલો એકાકાર ઠગાઈ ગયા છે અને એ લોકોની કામચોરીનો ભોગ બન્યા છે દુકાનદારો.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!