GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મધ હમેશા રસોઈનું ખુબ લોકપ્રિય અંગ, જાણો તેનાં ગુણકારી ફાયદા

મધ હમેશા રસોઈનું ખુબ લોકપ્રિય અંગ રહ્યું છે તેટલુ જ ઘણી સદીઓથી મહત્વપૂર્ણ તબીબી ઉપાય છે. સમગ્ર વિશ્વમાં, આપણાં પૂર્વજોને મધના ઘણા સ્વાસ્થ્યને લગતા લાભોની સારી રીતે જાણતા હતા. તેનો પ્રારંભિક ઉપયોગ ઔષધિય નોંધ તરીકે સુમેરિયાની માટીની ગોળીઓમાં મળી આવે છે જે લગભગ ૪૦૦૦વર્ષ જૂનો છે. સુમેરિયાના લગભગ ૩૦% તબીબી સારવારમાં મધનો સમાવેશ થતો.

ભારતમાં , મધ સિદ્ધ અને આયુર્વેદનો એક મહત્વનો ભાગ છે – પ્રાચીન દવાઓની પરંપરાગત પદ્ધતીમાનું એક મધ છે. પ્રાચીન ઈજિપ્તમાં, તેનો ઉપયોગ ચામડી અને આંખના રોગોના નિવારણ માટે કરવામાં આવતો હતો, તેમજ જખમો અને દાઝેલા પર પણ કુદરતી પાટા તરીકે ઉપયોગ થતો હતો. કેટલીક અન્ય સંસ્કૃતિઓએ વિવિધ તબીબી હેતુઓ માટે પણ મધનો ઉપયોગ કર્યો હતો. આજે, મધ પર તબીબી સમુદાય દ્વારા વધુ વૈજ્ઞાનિક રીતે સંશોધન થાય છે, જે અમારા પૂર્વજોએ વિચારેલા મધના ઘણા ઉપયોગોની તપાસ અને ખાત્રી કરી છે. ચાલો આમાંના કેટલાક પર નજર નાખીએ.

સારી ઊંઘ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મધમાં સેરોટોનિન કેમિકલ હોય છે જે મૂડને સારો કરે છે. ખરાબ મૂડ માટે જવાબદાર કેમિકલમાં ફેરફાર કરે છે. આવામાં જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. ઊંઘ સારી આવશે

મજબુત રોગપ્રતિકારક શક્તિ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોવાના કારણે મધનુ સેવન રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. સવારે ખાલી  પેટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે.  3. બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે રોજ એક ચમચી મધ ખાવાથી કે હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

શરદી ઉધરસમાં ફાયદાકારક પણ છે

શરદી ઉધરસમાં ફાયદાકારક વર્ષ 2012ના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે રોજ 2 ચમચી મધ ખાવાથી ઊધરસમાં રાહત રહે છે. આ સાથે જ તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોવાના કારણે તેનું સેવન ઈન્ફેક્શન પેદા કરનારા બેક્ટેરિયાને ખતમ કરે છે.  હ્રદય મજબુત રહે છે મધનું સેવન લોહીમાં પોલીફોનિક એન્ટિઓક્સિડન્ટનું લેવલ વધારે છે જેનાથી હ્રદયની બીમારીઓથી બચી શકાય છે.

READ ALSO

Related posts

મંત્રીમંડળમાં સિંધિયા સમર્થકોને જોઈએ છે મલાઈદાર વિભાગો, ભાજપના નેતાએ કહી આ મોટી વાત

Mansi Patel

ક્યાંય તમે તો નથી છેતરાયાને ?, અમદાવાદમાં જાણીતી કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva

પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, યુરોપિયન દેશો બાદ હવે આ મહાસત્તાએ પણ PIAની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!