GSTV
Gujarat Government Advertisement

UAEમાં ભારતીયએ રજૂ કરી ઈમાનદારીની મિસાલ, પોલિસને આપ્યા 10 લાખ કેશ અને 40 લાખનું સોનું

Last Updated on September 13, 2020 by Mansi Patel

સંયુક્ત અરબ અમિરાતમાં એક ભારતીય નાગરિકને યુએઈની પોલીસ દ્વારા એવોર્ડથી સન્માનિત  કરવામાં આવ્યો છે, ભારતનાં નાગરિક રિતેશ જેમ્સ ગુપ્તાને યુએઈ પોલીસ દ્વારા એટલા માટે સન્માનિત કરવામાં આવ્યા કારણ કે તેણે રૂપિયા અને સોનાથી ભરેલી બેગ પરત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતેશને 10,28,580 રૂપિયા અનેસોનાથી ભરેલી બેગ ક્યાક પડેલી મળી આવી હતી. દુબઈમાં રહેતા રિતેશે પોલીસને આ બેગ પરત કરી હતી. ત્યારબાદ પોલીસે તેની પ્રામાણિકતા બદલ રિતેશની પ્રશંસા કરી અને તેને જવાબદાર નાગરિક હોવાનું પ્રમાણપત્ર સોંપ્યું.

બેગમાં હતુ ઘણું સોનું

ગલ્ફ ન્યૂઝનાં જણાવ્યા અનુસાર, રિતેશને મળેલી બેગમાં મોટી રોકડ ઉપરાંત રૂ. 40,00,588ની કિંમતનું સોનું પણ હતું, અલ કુસૈસ પોલીસ સ્ટેશનનાં ડાયરેક્ટર બ્રિગેડિયર યુસુફ અબ્દુલ સલીમ અલ અદીદીએ રિતેશ ગુપ્તાને પોલીસ સ્ટેશને બોલાવીને એવોર્ડ આપ્યો અને એ બાબત પર ભારપૂર્વક જણાવ્યું કે પોલીસ અને સમાજ વચ્ચેનું જોડાણ ખૂબ મહત્વનું છે. રિતેશ ગુપ્તાએ એવોર્ડ આપવા બદલ પોલીસનો આભાર માન્યો. તેમણે કહ્યું કે પોલીસે મારું સન્માન કરીને જે ભાવના બતાવી છે તે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!