GSTV
Gujarat Government Advertisement

માત્ર 33 હજારમાં ઘરે લાવો નવી Honda City, કંપની લાવી આ ખાસ સ્કીમ!

Last Updated on December 19, 2019 by Bansari

હોન્ડા કાર્સે ભારતમાં પોતાની કારની પહોંચ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ખાસ સ્કીમ લૉન્ચ કરી છે. હોન્ડાએ ગ્રાહકો માટે ખાસ ‘સ્માર્ટ ઇએમઆઇ’ સ્કીમ લૉન્ચ કરી છે. કંપનીએ તેના માટે Transzlease સાથે કરાર કર્યો છે. આ સ્કીમ અંતર્ગત કંપની પોતાના ગ્રાહકોને પોતાની કાર લીઝ પર આપશે.

લીઝમાં અનેક વિકલ્પ

સ્માર્ટ ઇએમઆઇ સ્કીમ ઑટો ફાઇનાન્સની જેમ હશે, પરંતુ આ સ્કીમના સમયગાળા દરમિયાન ગાડીનું ઇન્શ્યોરન્સ, મેન્ટેનન્સ, રજીસ્ટ્રેશન અને ફાઇનાન્સ પણ સામેલ હશે. સાથે જ લીઝમાં તે વિકલ્પ હશે કે જો તમે વાહન ખરીદવા માગતા હોવ કે રૂપિયા પરત લેવા ઇચ્છતા હોવ, તો ગાડીની રિસેલ વેલ્યૂ પ્રમાણે રૂપિયા અને બોનસ પરત મળી જશે.

સ્માર્ટ ઇએમઆઇનો ખર્ચ લોન કરતાં ઓછો

કાર લીઝ અને કાર લોનમાં ફરક એ છે કે સમયગાળો પૂરો થયાના અંતમાં કારની રિસેલ વેલ્યૂ પહેલાં જ કાપી લેવામાં આવે છે. તેનાથી ફક્ત દર મહિને તમારે ઓછી અમાઉન્ટ આપવી પડશે, સાથે જ ગાડીના મેન્ટેનન્સ અને ઇન્શ્યોરન્સની કિંમત પણ કાર લીઝીંગ કંપની તેમાં જ સામેલ કરે છે. સાથે જ નવી સ્માર્ટ ઇએમઆઇનો ખર્ચ લોનની રકમ કરતાં ઓછો હોય છે અને વધારાની સુવિધાઓ પણ મળે છે.

45 હજાર કિમી સુધી જ કાર ડ્રાઇવ

વર્તમાન 36 મહિનાની સ્કીમમાં ગ્રાહક 45 હજાર કિમી સુધી જ કાર ડ્રાઇવ કરી શકે છે. જે બાદ વધારાના પ્રતિ કિમીની રકમ કંપની પછીથી નક્કી કરશે. હાલ આ ઑફર ફક્ત દિલ્હી-એનસીઆર અને મુંબઇમાં જ મળશે. તે બાદ તેને દેશના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવશે. ગ્રાહકોને ઓનલાઇન પોર્ટલ પ્લાન સિલેક્ટ કરવાની સુવિધા મળશે. કંપનીનું કહેવું છે કે નવી ઇએમઆઇ સ્કીમનો લાભ આ શહેરોમાં હોન્ડાની કોઇપણ ડીલરશીપ પરથી મેળવી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કલેક્ટરે બેન્ક ડિફોલ્ટરોની મિલકત ટાંચમાં લેવા કરી કાર્યવાહી, 10 મહિનામાં 48 બેન્કોને લાગ્યો ચૂનો

Pritesh Mehta

HDFC CARD: 10 હજારથી વધુનું કરશો ટ્રાંજેક્શન, તો આપો આપ 9 EMIમાં કન્વર્ટ થઈ જશે, પેટ્રોલ પંપે પણ કામમાં આવશે આ કાર્ડ

Pravin Makwana

ઝટકો/ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અસમના કદાવર નેતાએ કહ્યું જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ નહીં આગળ વધે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!