GSTV
Gujarat Government Advertisement

Hondaની ‘સુપર 6’ ઑફર: બાઇક કે સ્કૂટર ખરીદવા પર મેળવો 5000 રૂપિયાનું કેશબેક, સસ્તી લોન અને ઘણુ બધુ

honda

Last Updated on October 15, 2020 by Bansari

Honda Bikes, Scooters Festive Offers: Honda મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખતા ગ્રાહકોને ‘સુપર 6 ઑફર’ આપી રહી છે. આ ઑફર અંતર્ગત Hondaની બાઇક કે સ્કૂટરની ખરીદી પર 6 આકર્ષક ઑફર રજૂ કરવામાં આવી રહી છે. આ ઑફર્સમાં સેવિંગ્સ, કેશબેક, પેટીએમ ઑફર, ઇએમઆઇ પર ખરીદવા પર ઓછો વ્યાજ દર, ફાઇનાન્સિંગ વગેરે સામેલ છે. ચાલો તમને ડિટેલમાં જણાવીએ Hondaની આ સુપર 6 ઑફર વિશે…

  • Hondaના કોઇપણ ટુવ્હીલરની ખરીદી પર 11000 રૂપિયા સુધીની બચત કરી શકાય છે.
  • ફાઇનાન્સિંગ ઑફર અંતર્ગત બાઇક અથવા ટુવ્હીલરની પ્રાઇસના 100 ટકા ફાઇનાન્સિંગ ઑફર કરવામાં આવી રહી છે.
  • જો કોઇ EMI પર Hondaની બાઇક કે સ્કૂટર ખરીદવા માગતા હોય તો વ્યાજ દર 7.99 ટકા વાર્ષિકથી શરૂ છે.
  • સિલેક્ટેડ બેન્કના ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ EMI પર 5000 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. એક કાર્ડ પર એક જ વાર સ્કીમનો લાભ લઇ શકાશે.
honda
  • પેટીએમ મૉલ ઑફર અંતર્ગત 2500 રૂપિયા સુધીના કેશબેક બેનિફિટ મળી રહ્યાં છે.
  • 50 ટકા EMI ઑફર
  • કોઇપણ બે ઑફરનો એક સાથે લાભ નહી મેળવી શકાય.
  • સેવિંગ્સની ગણતરી, માર્કેટમાં ચાલી રહેલી સામાન્ય સ્કીમ પ્રમાણે સ્પેસિફિક લોન અમાઉન્ટ અને લોન પીરિયડના આધારે કરવામાં આવી છે. સેવિંગ્સ લોન અમાઉન્ટ અને પીરિયડ અનુસાર અલગ અલગ હોઇ શકે છે.
  • તમામ સ્કીમ લિમિટેડ પીરિયડ માટે છે.

તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવી છે H’ness CB350

અનલોક-5 સાથે જ ભારતમાં કાર અને બાઇક લૉન્ચ થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આ વચ્ચે મોટરસાયકલ નિર્માતા કંપની Hondaએ પોતાની નવી ક્રૂઝર બાઇક લૉન્ચ કરી દીધી છે. Honda H’Ness CB 350 નામથી લૉન્ચ થયેલી આ બાઇક ખાસ કરીને બુલેટને ટક્કર આપશે. તેનો લુક તમને અલગ જ અનુભવ આપી શકે છે.

જાણો કિંમત અને ફીચર્સ

Honda H’Ness CB 350ને 400 cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 1.90 લાખ રૂપિયા છે. આ ઓક્ટોબરમાં માર્કેટમાં આવશે. બાઇકની ફ્રન્ટમાં રાઉન્ડેડ Headlamp આપવામાં આવ્યો છે જે LED યુનિટ છે. Honda Highnessમાં ફ્યૂલ ટેન્ક ગોળ હશે અને તેમાં સ્માર્ટ વૉયસ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. તેને DLX અને DLX Pro વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે. આ નવી બાઇક કોઇપણ દુર્ગમ રસ્તા પર આરામથી દોડી શકે છે.Honda H’Ness CB 350માં સિંગલ સિલિન્ડર એન્જિન છે. કંપની તેને 6 કલર ઓપ્શનમાં લોન્ચ કરશે. તેમાં ડ્યુઅલ ટોન ઓપ્શન પણ હશે. તેમાં એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.8PS પર 5500 rpm અને 30 Nm ટોર્ક જનરેટ કરે છે. Honda મોટરસાયકલ Honda H’Ness CB 350નું વેચાણ કંપનીની બિગ વિંગ (Big Wing) ડીલરશિપ્સ દ્વારા કરશે કારણ કે આ એક પ્રીમિયમ બાઇક છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta

SIP: આ સ્કીમમાં કરો 4500 રૂપિયાનું રોકાણ, બદલામાં મળશે 1 કરોડથી પણ વધુ, જાણો કેવી રીતે?

Vishvesh Dave

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!