GSTV
Gujarat Government Advertisement

જુઓ,રિવર્સગિયરવાળું ભારતનું એકમાત્ર બાઇક, ડિલીવરી શરૂ

Last Updated on July 9, 2018 by

જાપાની ટુ-વ્હીલર નિર્માતા કંપની હોંડાની ઈન્ડિયન આર્મએ પોતાનું ફ્લેગશિપ 2018 હોંડા ગોલ્ડ વિંગ ટુઅરિંગ બાઈકની ડિલિવરી ભારતમાં શરૂ કરી દીધી છે.

હોંડા ગોલ્ડ વિંગની નવી દિલ્હીમાં એક્સ શો-રૂમ કિંમત 26.85 લાખ રૂપિયા છે. આ ભારતની એકમાત્ર એવી બાઈક છે જેમાં રિવર્સ ગિયર આપવામાં આવ્યો છે.

કોચ્ચિ શહેરમાં ત્રણ ગ્રાહકોને આ બાઈકની ડિલિવરી પણ કરી દેવાઈ છે. ગોલ્ડ વિંગ બાઈકને હોંડાએ 2018 ઓટો એક્સ્પોમાં રજૂ કરી હતી. તેમાં એપલ કાર પ્લે ઈન્ટિગ્રેશન સહિત ઘણા હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે.

હોંડા ગોલ્ડ વિંગ બાઈકમાં 183 સીસીનું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 93 હોર્સપાવરની તાકાત અને 170 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 7 સ્પીડ ડ્યૂલ ક્લચ ટ્રાન્સમિશન છે. આ હોંડાની પહેલી એવી બાઈક છે જેમાં વિશબોન ફ્રન્ટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

હોંડા ગોલ્ડ વિંગની ખૂબી છે કે, તેમાં ગિયર લિવર કે ક્લચ નથી. તેના ગિયરને હેન્ડલબાર પર લાગેલી સ્વિચથી કન્ટ્રોલ કરવામાં આવે છે. ડીસીટીથી લેસ બાઈક ટ્રાફિકમાં વોકિંગ મોડમાં ચાલવાની સાથે જ રિવર્સ ગિયરમાં પણ ચાલી શકે છે.તેમાં ક્રૂઝ કન્ટ્રોલ, વિન્ડસ્ક્રીન એડજેસ્ટ કરવાની સુવિધા, સ્માર્ટ કી કન્ટ્રોલ વગેરે ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

તેમાં 7 ઈંચની ટીએફટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, કે જે જાતે જ એપલ આઈફોનથી કનેક્ટ કરી શકે છે. તેની મદદથી તમે એપલ મેપ્સ, એપલ મ્યૂઝિક વગેરે સર્વિસીઝને બાઈકની સ્ક્રીન પર જોઈ શકો છે અને ખાસ હોંડાની આ બાઈક સ્માર્ટ ઓડિયો સિસ્ટમથી પણ સજ્જ છે, કે જે તમને હેલમેટ કાઢ્યા વિના જ ફોન કોલ કરવાની સુવિધા આપે છે.

Gujarat Government Advertisement

Related posts

તણાવ/ ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે ભારતીય સેનાની સૌથી ટોપલેવલની બેઠક, આ અધિકારીઓ રહ્યા હાજર

Harshad Patel

ક્રિતી સેનન જીમમાં આ રીતે પરસેવો વહાવે છે, અભિનેત્રીએ કહ્યું કે આ છે ઇન્સ્ટાગ્રામ v / s રિયાલિટી, જુઓ ફની વીડિયો

Vishvesh Dave

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!