GSTV
Home » News » Hondaએ લૉન્ચ કરી પહેલી BS6 બાઇક SP 125, 5 નહીં પહેલીવાર મળશે આટલા વર્ષની વોરંટી

Hondaએ લૉન્ચ કરી પહેલી BS6 બાઇક SP 125, 5 નહીં પહેલીવાર મળશે આટલા વર્ષની વોરંટી

હોન્ડા મોટરસાઇકલિંગ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ આજે ભારતીય બજારમાં પોતાની પહેલી BS6 મોટરસાઇકલ SP 125 લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી મોટરસિકલની કિંમત 72,900 રૂપિયા એક્સ શૉરૂમ નક્કી કરી છે. કંપનીએ નવી મોટરસાઇકલનું વેચાણ આગામી અઠવાડિયાથી શરૂ થઇ જશે.

એસપી 125ની એન્જિન ક્ષમતા 124ccની છે. મોટરસાઇકલનો પાવર 8 કિલો વૉટનો છે. એસપી 125નો મહત્તમ ટોર્ક 10.9 એનએમનો છે. ફાઇવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળા એસપી 125નું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 160mmનો છે.

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ-માર્કેટિંગ એન્ડ સેલ્સ યાદવેન્દ્ર સિંહ ગુલેરિયાએ જણાવ્યું કે કંપનીએ એસપી 125 માટે 19 નવી પેટન્ટ માટે અરજી કરી છે. આ મોટરસાઇકલમાં એવી તમામ ટેક્નિકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ શ્રેણીમાં સૌથી અલગ છે.

ગુલેરિયાએ જણાવ્યું કે પહેલીવાર 125 cc શ્રેણીમાં ફુલ ડિજિટલ મીટર છે જેમાં તમામ પ્રકારના રિમાઇન્ડર છે. આ ઉપરાંત કંપનીએ પહેલીવાર આ ક્ષેણીમાં 6 વર્ષની વોરંટી સ્કીમ પણ આપી છે. આ સ્કીમ અંતર્ગત 3 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી છે જે તમામ ગ્રાહકોને મળશે. આ ઉપરાંત ગ્રાહક 4,5 કે 6 વર્ષ સુધીની વોરંટી લઇ શકે છે.

Read Also

Related posts

Bigg Boss 13: રશ્મિ દેસાઈ પર ભડકી માહિરા શર્મા, ગુસ્સામાં કહ્યું કે…

pratik shah

દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ગાડીઓ પર આપ્યું જોરદાર ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને થશે હજારો રૂપીયાનો ફાયદો

Ankita Trada

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!