GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

1100 રૂપિયામાં ઘરે લઇ જાઓ 70 Kmpl માઇલેજ વાળી આ ધાકડ બાઇક, 9500 રૂપિયાની થશે બચત

જાપાની ટુ વ્હીલર નિર્માતા કંપની Honda પોતાના ગ્રાહકો માટે શાનદાર ઑફર લઇને આવી છે. કંપની આ ડિસેમ્બર મહિનામાં પોતાના વાહનોની વિસ્તૃત રેન્જ પર બમ્પર ડિસ્કાઉન્ટ અને અન્ય લાભ આપી રહી છે. કંપનીએ તાજેતરમાં જ લૉન્ચ કરેલી Honda SP 125 બાઇકની ખરીદી પર પણ ઑફર આપી રહી છે. તમે આ બાઇકને ફક્ત 1100 રૂપિયાના ડાઉન પેમેન્ચ પર ઘરે લઇ જઇ શકો છો.

Honda SP 125ના ફિચર્સ

Honda SP 125 કંપની તરફથી લૉન્ચ કરવામાં આવેલી પહેલી BS-6 બાઇક છે. કંપનીએ આ બાઇકમાં 124ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર યુક્ત એન્જિન યુઝ કર્યુ છે જે 10.88PSનો પાવર અને 10.9Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન CB Shine મોડલ કરતાં વધુ પાવર આઉટપુટ આપે છે.

આ બાઇકમાં કંપનીએ નવી સાઇલેન્ટ સ્ટાર્ટ ટેક્નિકનો પણ પ્રયોગ કર્યો છે. તમે જ્યારે આ બાઇક સ્ટાર્ટ કરો તો તેનાં એન્જિનમાંથી બિલકુલ અવાજ નથી આવતો. તેને કંપનીએ બે અલગ અલગ વેરિએન્ટમાં લૉન્ચ કર્યુ છે. એક વેરિએન્ટમાં કંપનીએ બે વ્હીલમાં ડ્રમ બ્રેકને સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કર્યા છે. સાથે જ બીજા વેરિએન્ટમાં કંપનીએ આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક સામેલ કરી છે.

કંપનીનો દાવો છે કે બાઇક 16 ટકા વધુ માઇલેજ પ્રદાન કરશે. સામાન્ય રીતે આ બાઇક 65થી 70 કિલોમીટરની માઇલેજ આપવામાં સક્ષમ છે. આ બાઇકની કિંમત 72,415 રૂપિયાથી 76,615 રૂપિયા સુધી છે. તે અલગ અલગ વેરિએન્ટ માટે અલગ અલગ છે. તેની ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ડ સસ્પેન્શન અને પાછળના હિસ્સામાં શૉક ઓબ્ઝર્વર સસ્પેન્શનનો પ્રયોગ કર્યો છે.

Honda SP 125 પર આ છે ઑફર

Honda SP 125ને તમે ફક્ત 1100 રૂપિયાની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવી શકો છો. આ ઉપરાંત બાઇકની ખરીદી પર કંપની 7000 રૂપિયાનું પેટીએમ કેશબેક અને 9500 રૂપિયાના અન્ય લાભ પણ આપી રહી છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ઑફર દેશના સિલેક્ટેડ ડીલરશીપ પર ઉપલબ્ધ છે.

Read Also

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!