GSTV
Gujarat Government Advertisement

ચેક કરી લો / Hondaનું નવું Benly e લોન્ચ થવા માટે તૈયાર, જાણો તેની ખાસિયત

Last Updated on June 9, 2021 by Zainul Ansari

જાપાનની ઓટોમોબાઇલ કંપની Honda તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ‘Benly e’ને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Benly e હાલ Automotive Research Association Of India (ARAI)માં ટેસ્ટિંગમાંથી પસાર થઇ રહ્યું છે. તો ચાલો જાણીએ है. Benly eની લોન્ચિંગ અને ફીચર્સ સાથે સંબંધિત તમામ વાતો.

Benly eના મોડલ્સ

Honda જાપાન અને બીજા દેશોમાં Benly eના ચાર જુદા-જુદા મોડલ્સ વેચે છે. તેનું નામ છે Benly e I, Benly e I Pro, Benly e II અને Benly e II Pro. સ્કૂટરનું પ્રો વર્ઝન કેટલાક વધારાના ફિચર્સથી સજ્જ અને એક મોટી બાસ્કેટ સાથે આવે છે.

2021માં થશે લોન્ચ?

Hondaનો આ સ્કૂટર Benly e હાલ Automotive Research Association Of India (ARAI)માં ટેસ્ટિંગમાંથી પસાર થઇ રહ્યું છે. જો બધુ ઠીક રહે છે, તો Honda તેને આ વર્ષે જ લોન્ચ કરી દેશે.

ARAI ટેસ્ટિંગ શું છે?

ARAIએ વ્હીકલ્સની ટેસ્ટિંગ કરે છે, જ રોજના કામોમાં ઉપયોગ થાય છે. Honda Benly e એક મોપેડ છે, અને તેનો ઉપયોગ ખાસ રીતે ઈ-કોમર્સ કંપનીઓ અને ફૂડ ડિલિવરી કંપનીઓ કરશે. તેના માટે ARAIની ટેસ્ટિંગમાંથી સ્કૂટરને પસાર થવું પડશે.

Benly eના ફિચર્સ

એક અહેવાલ મુજબ હોંડા Benly e એલઈડી હેડલેમ્પ, ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને એક્સેસરી પાવર સોકેટ સાથે આવે છે. બાઇક એક ફ્લેટ રિયર ડેક અને એક મોટી બાસ્કેટ સાથે આવશે. આ બાસ્કેટ 60 કિલોગ્રામ સુધી વજન ઉઠાવી શકે છે. રિવર્સ આસિસ્ટ ફંક્શન દ્વારા સ્કૂટરને નાની શેરીઓમાં ચલાવવામાં મદદ મળે છે.

સ્કૂટરન 12 ઇંચનો ફ્રન્ટ ટાયર 90/90 સેક્શન સાથે આવે છે અને 10 ઇંચનો રિયર વ્હીલ 110/90 સેક્સનને સપોર્ટ કરે છે. સ્કૂટરનું વજન 125-130 કિલો છે.

Benly eની પરફોર્મન્સ

Benly e I અને I Pro 2.8 kW (3.8 PS) ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે, જે 13 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. Benly e II અને II Pro 4.2 kW (5.7 HP) ઇલેક્ટ્રિક મોટર સાથે આવે છે, જે 15 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. વેરિઅન્ટ 43-60 કિમી/કલાકની સ્પિડે ચાલી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!