GSTV
Gujarat Government Advertisement

હોન્ડા વરસાદમાં વરસી, ફક્ત 5% ડાઉન પેમેન્ટ સાથે આ કાર અને સ્કૂટર આપશે સરળ હપ્તેથી

Last Updated on July 21, 2020 by Karan

હોન્ડા સ્કૂટર અને બાઇક પર હવે ઓફર આપી રહી છે. અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક હોન્ડા તેના વાહનના પોર્ટફોલિયોમાં ઘણી બધી ઓફર્સ આપી રહી છે. ઇઝિ ઇએમઆઈથી લઈને ડાઉન ડાઉન પેમેન્ટ અને કેશબેક સુધીની ઓફર્સ શામેલ છે. હોન્ડાનાં તાજેતરમાં લોન્ચ કરાયેલા વાહનો જેવા કે એક્ટિવા 6 જી, શાઇન અને ગ્રાઝિયાના મોડેલો પણ શામેલ છે. વધુ સારી તક હોઈ શકે છે.

honda

ગ્રાહકો માટે હોન્ડા વાહન ખરીદ્યા પછી પ્રારંભિક 3 મહિના માટે ફક્ત અડધા ઇએમઆઇ (માસિક હપતા) ચૂકવવા પડશે. ત્યારબાદના હપ્તા સંપૂર્ણ રીતે જમા કરાવવા પડશે. ગ્રાહકો 36 મહિના સુધી વાહનની ફાઇનાન્સ કરી શકે છે. ગ્રાહકે ડાઉન પેમેન્ટ તરીકે વાહનની કિંમતના માત્ર 5 ટકા ચુકવવા પડશે.

કેશબેક ઓફર : કંપનીએ કેશબેકની ઓફર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો માટે આપી છે. 5 ટકા સુધીની કેશબેક પણ મળશે. યોજના ફક્ત હોન્ડાની પસંદગીની ડીલરશીપ પર જ છે.

ઓફર્સમાં આ વાહનો શામેલ છે: હોન્ડાએ તાજેતરમાં નવા BS6 સ્ટાન્ડર્ડ એન્જિન સાથે તેનું વાહન પોર્ટફોલિયો અપડેટ કર્યું છે. આ સિવાય નવી હોન્ડા એક્ટિવા 6 જી પણ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. આ યોજનામાં કંપનીની ફેમસ સ્કૂટર એક્ટિવા ટુ શાઇન, એસપી 125, લિવો, સીડી 1010 ડ્રીમ અને તાજેતરમાં લોન્ચ થયેલ ગ્રાઝિયા સ્કૂટર શામેલ છે. તો ઓફર્સના આ વરસાદમાં તમે તમારી પસંદનું વાહન પણ પસંદ કરી શકો છો.

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!